Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધાતુમાં, લોહીના કણ-કણમાં અને આત્માના પ્રદેશ-પ્રદેશમાં ધર્મ અને પ્રભુનો વ્યાપ્ત થઈ જાય છે. તેથી પરભાવની સકલ ઈચ્છા ટળી જાય છે.
પ્રભુની પૂર્ણ ગુણ સંપત્તિ પ્રગટેલી છે. આપણી સત્તામાં પડેલી છે. તેને પ્રગટાવવાની ઈચ્છા તે સમ્યક્ત.
બંધ : આવક. ઉદય : ખર્ચ. ઉદીરણા : જબરદસ્તીથી ખર્ચ.
સત્તા : બેલેન્સ. આ તમારી પૈસાની ભાષામાં વાત સમજવી. આત્માની અનંત વીર્યશક્તિ સત્તામાં પડેલી છે.
અધ્યાત્મશાસ્ત્ર કહે છે : “પરમાત્મ તત્વ તમારા નામે બેન્કમાં જમા છે. તમે ચાહો ત્યારે મેળવી શકો છો.'
પણ આપણને તે મેળવવાની કદી રુચિ જ થતી નથી.
પણ આ બધી વાતોથી શું ? એ સ્વરૂપ મેળવો. મેળવવા મથો. ધૂમાડાથી પેટ નહિ ભરાય. “ધૂમાડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતીજે.” એમ પ્રભુને કહો.
સાધુપણા જેવી ઊંચી પદવી પામ્યા પછી પણ જો પરમ તત્ત્વની રુચિ ન હોય તો થઈ રહ્યું.
૦ વસ્તુતત્ત્વ એટલે આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ. એનું કારણ દેવ-ગુરુની આરાધના. એના પ્રત્યે બહુમાન જાગવું તે સમ્યક્ત.
આપણી બધી જ ક્રિયાઓ અંદર પડેલા પરમ ઐશ્વર્યને પામવાની ઝંખનાથી પેદા થયેલી હોવી જોઈએ. તો જ એ ક્રિયાઓ સક્રિય બને.
સમ્યક્ત એટલે અંદર પડેલી પ્રભુતાને પ્રગટાવવાની તીવ્ર ઈચ્છા !
“શુદ્ધ દેવ – ગુરુ - ધર્મ પરીક્ષા...” સુદેવ, સુગુરુ, સુધર્મ એ જ મારા. બીજા કુદેવાદિ નહિ, આવી શ્રદ્ધા તે વ્યવહાર સભ્યત્વ.
ઔપશમિક સમ્યગ્દર્શન પાંચ વાર, ક્ષાયોપથમિક, અસંખ્યવાર અને ક્ષાયિક સમ્યગ્દર્શન એક જ વાર મળે. તે કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૩૦