Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એકાસણામાં ૮ આગાર.
સાગારિયા., આઉં., ગુરુ., પારિકા. આ ૪ વધે. ૧. ગૃહસ્થો આવી જાય ત્યારે.
૨.
૩.
૪.
પગ લાંબા-ટૂંકા કરવા પડે ત્યારે.
ગુરુ આવે ને ઊભા થવું પડે ત્યારે.
જરૂર પડે (આહાર વધી જાય ત્યારે) વા૫૨વું પડે ત્યારે પચ્ચક્ખાણ ન ભાંગે.
સુરેન્દ્રનગરમાં સં. ૨૦૧૪ ચાતુર્માસમાં મલયવિ. ને ઓળીનો ઉપવાસ. વરસાદ ચાલુ. બંધ થતાં જ બધા ઉપડ્યા. મળ્યું તે ભરી લાવ્યા. પપ ઠાણા. ખપાવ્યા પછી પણ બે ઝોળી વધી. પૂ. પ્રેમસૂરિ મ.ની આજ્ઞાથી મલયવિ. એ વધેલું વાપર્યું. આ ‘પારિકા.' કહેવાય. આનાથી પચ્ચક્ખાણ ન ભાંગે તબિયત પણ ન બગડે. ઉલ્ટું, ન લેવાથી તબિયત બગડે. આ તો સહાયતા કહેવાય.
૪૦૦
જેટલો ઉપયોગ સ્વભાવમાં તેટલી કર્મની નિર્જરા. જેટલો ઉપયોગ વિભાવમાં તેટલું કર્મનું બંધન. શુભ ઉપયોગ તો શુભકર્મ. શુદ્ધ ઉપયોગ તો કર્મની નિર્જરા.
સમ્યગ્દષ્ટિનું પ્રથમ લક્ષણ છે : શમ. સૌ પ્રત્યે
સમતાભાવ.
કોઈને તમે એક જ વાર મારો છો ને તમારા તમે અનંત મરણો નિશ્ચિત કરો છો. કારણ કે તમે બંને એક જ છો. બીજાને મારો છો ત્યારે તમે તમારા જ પગમાં કુહાડો મારો છો. મારાથી મારો પગ જુદો નથી, તેમ જગતના જીવો પણ આપણાથી જુદા નથી. જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્ય પ્રદેશી છે. તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. જીવાસ્તિકાય એક જ છે. એટલે કે આપણે જીવાસ્તિકાય રૂપે એક જ છીએ.
જે આ રીતે એકતા જુએ તે કોઈની હિંસા કઈ રીતે કરી શકે ? તેને બીજાનું દુઃખ, બીજાની પીડા, બીજાનું અપમાન પોતાનું જ લાગે. ‘તુપ્તિ નામ સવ્યેવ, નં મંતવ્યંતિ મન્નત્તિ ।'
* * કહે કલાપૂર્ણસૂરિ-૧