Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાત, આપણા જીવે કદી સાંભળી જ નથી. પછી મગજમાં ક્યાંથી ઊતરે ?
આ ધ્યાન પણ વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ લાગુ પડે. નહિ તો કાનજી મતના અનુયાયીઓ જેવી હાલત થાય, ક્રિયાકાંડ છૂટી જાય.
ધ્યાન વિચારમાંના બારેય પરમ ધ્યાન સંપૂર્ણ નિશ્ચય લક્ષી છે. પોતાના આત્માની સાથે જોડનારા છે.
- સિદ્ધ : અરૂપી ધ્યાનમાં સિદ્ધોનું ધ્યાન ધરવાનું છે. ‘સિદ્ધાવામાdi૬- રમાનિયા' સિદ્ધો અનંત છે, અનંત ચતુષ્કવાળા છે. આપણી ભાવિ સ્થિતિ કેવી ?
સિદ્ધ એટલે આપણી ભાવિ સ્થિતિ. કોઈ જોષીને પૂછવાની જરૂર નથી. જો આપણને ધર્મ ગમે છે તો આ જ આપણું ભવિષ્ય છે.
વખતચંદભાઈને ઘણા પૂછે : જ્યારે સંઘ કાઢવાના છો ? ક્યારે ઉપધાન કરાવવાના છો ?
હું તમને પૂછું છું ઃ ક્યારે સિદ્ધ બનવાના ?
જન્મ-જરાદિમાંથી મુક્ત થવાનો સિદ્ધિગતિમાં જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આ જન્મમાં જો સાધના ન કરી તો આગામી જન્મ આવો મળી જશે, એવા ભ્રમમાં નહિ રહેતા. અહીં તમારા મામાકાકાનું રાજ નથી.
અત્યારે શાંત ગુરુ મળ્યા છે તો પણ નથી કરતા, તો કડક ગુરુ મળશે ત્યારે શી રીતે કરી શકશો ?
અત્યારે મળેલી દેવ-ગુરુ આદિની સામગ્રીનો જેવો ઉપયોગ કરશો, તે મુજબ જ આગળની સામગ્રી મળશે. અત્યારે મન-વચન આદિ શક્તિઓનો જેવો ઉપયોગ કરશો તે પ્રમાણે જ આગળ શક્તિઓ આપણને મળશે.
મારી પોતાની મદ્રાસમાં એવી સ્થિતિ થઈ ગયેલી કે મુહપત્તીના બોલ યાદ ન આવે, પટ્ટ વખતે મોટી શાંતિ ભૂલી
૪૧૪
*
* *
*
*
*
*
*
*
*
*
* 8