Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ સર્વજ્ઞતા આવે.
કોઈપણ શક્તિ કે લબ્ધિ, જ્યાં સુધી તેનો પ્રયોગ કરીને બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા હોય છે, ત્યાં સુધી પ્રાયઃ મળતી નથી. સર્વજ્ઞતાની પૂર્વ શરત વીતરાગતા છે.
પર્યાયના બે પ્રકાર :
(૧) પ્રવર્તન : કાર્ય-સ્વરૂપ. (૨) સામર્થ્ય : શક્તિસ્વરૂપ. સત્પર્યાય (છતી પર્યાય).
દા.ત. દોરડું... જેનાથી હાથી બાંધી શકાય કે મોટી શિલાઓ ચડાવી શકાય.
એ જેટલા તંતુઓથી બનેલું હોય તેટલું જાડું હોય. એ જાડાઈ સામર્થ્ય પર્યાય છે. પણ દોરડું કાંઈ રાખી મૂકવા માટે ન બનાવાય, એના દ્વારા શિલા વગેરે ચડાવાય કે હાથી બંધાય. આવા કાર્યો વખતે પ્રવર્તન પર્યાય હોય.
છતી પર્યાય જે જ્ઞાનની, તે તો નવિ બદલાય; શેયની નવી નવી વર્તના રે, સમયમાં સર્વ સમાય.” અહીં “છતી પર્યાય' એટલે શક્તિ પર્યાય...'
પ્રભુના શુદ્ધ દ્રવ્ય-પર્યાયના ધ્યાનથી આપણામાં પ્રભુના ગુણો આવે.
જેમ દર્પણની સામે ઉભા રહેતાં જ તમારું પ્રતિબિંબ પડે છે. આપણું મન પણ દર્પણ છે. પ્રભુ સામે ઊભા રહો. પ્રભુનું ધ્યાન ધરો. એમના ગુણો આપણામાં સંક્રાન્ત થશે.
આખી દુનિયાનો કચરો સંઘરવા આપણે તૈયાર છીએ, પણ પ્રભુના ગુણો લેવા તૈયાર નથી !
» ધ્યાન પદ્ધતિ : (૧) પ્રભુના ગુણો ચિંતવવા. (૨) પ્રભુ સાથે સાદેશ્ય ચિંતવવું. (૩) પ્રભુ સાથે અભેદ ચિંતવવો. આ સાધનાનો ક્રમ છે.
આમ ન કરીએ તો શરીર સાથેનો અભેદ નહિ ટળે. શરીરનો અભેદ અનાદિકાળથી છે, અનંત જન્મોના સંસ્કાર છે. શરીર સાથેના ભેદની વાત અને પ્રભુ સાથેના અભેદની કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૧૩