Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
तीरुपात्तूर प्रतिष्ठा-प्रसंग, वि.सं. २०५१
આસો સુદ ૯ ૧૯-૧૦-૧૯૯૯ મંગળવાર
• આપણે સાધક બનવું હોય તો આ ત્રણ (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)માંથી કોઈપણ એકના ગુણો મેળવી લઈએ તો કામ થઈ જાય. અરિહંત - સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધક છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સાધન છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની પરાકાષ્ઠા સૂરિમાં છે.
આચાર્ય “તત્ત્વતાજા' કહેવાયા છે. પુનરાવર્તનના પ્રભાવથી એમનું તત્ત્વ તાજું જ રહે છે. ઉપાધ્યાય આદિ સૌને તેઓ ભણાવે છે.
ખરેખર તો બીજાને ભણાવવું એટલે જ સ્વયં ભણવું. એથી આગળ વધીને જીવનમાં આવી જાય તે જ સાચું જ્ઞાન કહેવાય.
આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુરૂપ દેશના આપે છે. દ્રવ્યથી વ્યક્તિ, ક્ષેત્રથી દેશ, કાળથી સમય. ભાવથી શ્રોતાના ભાવો જોઈને દેશના આપે.
આચાર્ય “શુદ્ધ જલ્પા' કહેવાયા છે. એટલે શાસ્ત્રાનુસારી બોલનારા કહેવાયા છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
* *
*
* * ૪૨૩