Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છ આવશ્યક છ ચાવી છે.
ત્રીજો અર્થ : ૪ મૈત્રી આદિ ભાવોની પ્રાપ્તિ તે સામાયિક. સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ' પુસ્તકમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. જરૂર વાંચજો.
ચિત્તવૃત્તિનો નિરોધ તે ધ્યાન એમ જૈનેતરો કહે છે. અશુભ ચિત્તવૃત્તિઓને રોકવી તે ધ્યાન એમ જૈનદર્શન કહે છે. ‘નિષ્ટ चित्तवृत्ति निरोधो ध्यानम् ।' ५. યશોવિ. એ પાતંજલ યોગદર્શનના સૂત્ર પરની પોતાની ટીકામાં ‘વિસ્તઇ' શબ્દ ઉમેર્યો.
આગળ વધીને ચિત્તને શુભ વિચારોમાં પ્રવર્તાવવું તે પણ ધ્યાન છે. એક પ્રવૃત્તિરૂપ છે. બીજું નિવૃત્તિરૂપ છે.
એ જ અર્થમાં પ્રતિક્રમણ વગેરે આપણી આવશ્યક ક્રિયાઓ ધ્યાનરૂપ છે.
(૨) ‘ચતુર્વિશતિસ્તવ' : એટલે ચોવીશ તીર્થંકરોની સ્તુતિ. ચોવીશ તીર્થંકરોની સ્તુતિ દ્વારા જ સામાયિક - સમતા પ્રાપ્ત થાય. આપણા નિકટના ઉપકારી આ ૨૪ તીર્થંકરો છે.
લોગસ્સ બોલીએ ત્યારે સ્તુતિ થાય. લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીએ ત્યારે ધ્યાન થાય. એના અર્થમાં મન એકાગ્ર થવું જોઈએ. કાઉસ્સગ્ગમાં મન, વચન અને કાયા ત્રણેય એકાગ્ર હોય છે.
(૩) ગુરુ-વંદન : જેટલી મહત્તા ભગવાનની છે. તેટલી મહત્તા ભગવાન દ્વારા સ્થાપિત ગુરુ તત્ત્વની છે. આથી જ પોતાની હાજરીમાં જ ભગવાન ગણધરોની સ્થાપના કરે છે. એકલા દેવથી ન ચાલે, ગુરુ પણ જોઈએ. ૨૧ હજાર વર્ષમાં દેવ એક જ. બાકીના સમયે ગુરુ વિના શાસન કોણ ચલાવે ? ગુરુમાં ભગવદ્ગુદ્ધિ થવી જોઈએ. માટે જ ‘કૃચ્છાિ મળવત્ ।' અહીં ગુરુ સમક્ષ ભગવન્ નું સંબોધન થયેલું છે. ‘મિ ભંતે’ અહીં ‘ભંતે' શબ્દમાં દેવ અને ગુરુ બંને અર્થ રહેલા છે.
ભગવાનની દેશના પછી તેમની ચરણ પાદુકા પર ગણધરો બેસે છે. ગણધરો દેશના આપે ત્યારે કેવળીઓ પણ બેસી રહે. ઊઠી ન જાય. શ્રોતાઓને એમ ન લાગે : અહીં
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
* ૩૯૫