Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શી રીતે આવે ?
કાઉસ્સગ કરવો એટલે પ્રભુને હદયમાં બોલાવવા. લોગસ્સ પ્રભુને બોલાવવાનો આહાન મંત્ર છે; એ પણ નામ દઈને.
એકાગ્રતાએ પ્રભુનો જાપ કરવાથી તે તે દોષ નષ્ટ થાય જ.
ભોજન કરીશું ને વળી ભૂખ લાગશે તો ?' એવી શંકાથી ભોજન આપણે ટાળતા નથી. ભૂખ લાગે છે ત્યારે ભોજન કરીએ જ છીએ, તેમ દોષોને જીતવા વારંવાર કાયોત્સર્ગ કરો, પ્રભુને સ્મરો.
કાયોત્સર્ગ એટલે સ્તોત્રપૂર્વકનું પ્રભુનું ધ્યાન.
આખા પ્રતિક્રમણમાં ભક્તિ જ છે. માટે અલગ વિષય લેવાની જરૂર જ નથી.
પ્રતિક્રમણમાં કેટલા કાયોત્સર્ગ આવે ? બધા જ કાયોત્સર્ગ ભક્તિપ્રધાન જ છે.
ભગવાનના દરેક અનુષ્ઠાન પ્રમાદના જય માટે જ છે, દરેક ભોજન ભૂખ ભાંગવા માટે જ હોય છે.
કર્મ શત્રુઓને જીતવાની કળા, જેમણે સિદ્ધ કરી છે એમણે આ પ્રતિક્રમણાદિ કળા આપણને બતાવી છે.
ફરી તરસ, ફરી પાણી, ફરી ભૂખ, ફરી ભોજન, તેમ ફરી પ્રમાદ, ફરી કાયોત્સર્ગ !
ભોજન-પાણીમાં કંટાળો નહિ તો કાયોત્સર્ગમાં કંટાળો શાનો ?
૦ આયરિય ઉવઝાયવાળો બે લોગસ્સનો ૫૦ શ્વાસનો કાઉસ્સગ ચારિત્ર શુદ્ધિ માટે, પછીનો ૨૫ શ્વાસનો કાઉસ્સગ દર્શન શુદ્ધિ માટે, ત્યાર પછીનો ૨૫ શ્વાસનો કાઉસ્સગ જ્ઞાન શુદ્ધિ માટે.
પ્રિયધર્મી - પાપભીરૂ સંવિગ્ન સાધુ જ આવો કાયોત્સર્ગ વિધિપૂર્વક કરી શકે.
ચારિત્ર સાર છે, એ બતાવવા અહીં પશ્ચાનુપૂર્વીથી ક્રમ છે.
ચારિત્રની રક્ષા માટે સમ્યમ્ દર્શન અને સમ્યગૂ જ્ઞાન છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૮૫