Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
पदवी-प्रसंग, मदास, वि.सं.२०५२, माघ शु.१३
ભાદરવા વદ ૦)) ૦૯-૧૦-૧૯૯૯, શનિવાર
આલોચના, પ્રશ્ન, પૂજા, સ્વાધ્યાય, અપરાધ – ક્ષમા – આ બધી વખતે ગુરુનું વંદન જરૂરી છે.
ગુરુવંદન વિનયનું મૂળ છે. આત્માની શુદ્ધિ માટે આમ જરૂરી છે.
આલોચના કરીએ, પણ શુદ્ધિપૂર્વક ન કરીએ. (જેટલી તીવ્રતાથી દોષો સેવ્યા હોય, તેટલી જ તીવ્રતાથી આલોચના કરવી જોઈએ) તો સંસાર પરિભ્રમણ વધી જાય છે, એમ મહાનિશીથમાં દૃષ્ટાંતપૂર્વક દર્શાવ્યું છે.
કર્મનું વિનયન (વિનાશ) કરે તે વિનય કહેવાય.
રસ્તે ચાલતાં પગે કાંટા વાગેલા હોય તો આગળ ચાલી શકાય ખરું ? કાંટા કાઢયા પછી જ ચાલી શકાય, તેમ આલોચનાથી દોષોના કાંટા કાઢ્યા પછી જ સાધનાના માર્ગે આગળ વધી શકાય. कयपावोऽवि मणुस्सो, आलोइय निंदिअ गुरुसगासे । होइ अइरेग लहुओ, ओहरिअ - भरुव्व भारवहो ॥
૩૦૪
*
*
*
*
*
*
*
*
* * *
* * કહે.