Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
एक दीक्षा के वर्षीदान के वरघोड़े में पू. देवेन्द्रसूरिजी के साथ पूज्यश्री વિ.સં. ૨૦૨૨, પોષ સુ. ૧૬, વાંજી (s)
કંચનલાલ ગભરૂચંદ (ચાણસ્મા) આયોજિત નવકાર જાપ (આરાધક ૪૦૦ પુરૂષો)
૩૧૦
પ્રથમ દિવસ : ભાદરવા વદ ૯ ૩૦-૦૯-૧૯૯૯, ગુરુવાર
કઈ તાકાત છે નવકારમાં જે ભવસાગર તરાવે છે ? જે અરિહંત, સિદ્ધ આદિમાં તારકતાની તાકાત છે, તે બધી જ નવકારમાં સામૂહિક રૂપે એકત્રિત થયેલી છે. માટે જ નવકાર શક્તિનો સ્રોત છે. તારકતાની તાકાત ઠાંસી-ઠાંસીને એમાં ભરી છે.
સંસાર મીઠો લાગે છે, પણ ખરેખર મીઠો નથી - નામ માત્રથી મીઠો છે. ‘મીઠા’ ને આપણે ‘મીઠું કહીએ છીએ, પણ એ મીઠું થોડું છે ? બરાબર આ મીઠા જેવો સંસાર છે. નામ મીઠું પણ સ્વાદ ખારો !
નવકાર એટલે પ્રભુનો મંત્રાત્મક દેહ ! પ્રભુનું અક્ષરમય શરીર !
પોતાના આત્માને સર્વમાં અને સર્વને પોતાના
* * કહે કલાપૂર્ણસૂરિ-૧