Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દિવસે કઠોરતા કરી હોય તે દિવસે ધ્યાન નહિ લાગે. અનુભવ કરી જોજો. અનુભવીઓને પૂછી જોજો.
માટે જ ધ્યાનમાતા પહેલા ધર્મમાતા બતાવી.
અષ્ટપ્રવચન માતા દ્વારા સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ જાગે, આત્મતુલ્ય ભાવ જાગે, પછી જ ચોથી ધ્યાન-માતા માટે યોગ્યતા પ્રગટે.
આત્મતુલ્યભાવ કરતાં પણ આસ્પેક્યભાવ બળવાન છે. ભગવાન સર્વ જીવોને આત્મતુલ્ય ભાવે જ નથી જોતા, સર્વ જીવો સાથે પોતાને એકરૂપે જુએ છે.
- પરમાત્મા સાથે અભેદ ક્યારે સધાય ?
શરીર સાથે ભેદ સધાય ત્યારે. ત્યારે જ સર્વ જીવો સાથે અને પ્રભુ સાથે અભેદ-ભાવ સધાય.
આવો અભેદ આવતાં અમૃતકુંડમાં સ્નાન કરતા હોઈએ તેવો અનુભવ થાય છે “પીઓ અનુભવ રસપ્યાલા” એવા ઉગારો આ દશામાં નીકળે છે. શરાબીની જેમ અનુભવનો પણ એક લોકોત્તર નશો હોય છે, જ્યાં દેહનું ભાન ભૂલાઈ જાય છે.
આ અનુભવનો પ્યાલો જેણે પીધો તેને ગાંજા-ભાંગ વગેરે ન ગમે. સાતે ધાતુના રસને ભેદીને આત્માના રસને આવો યોગી વેદે છે.
• મૈત્રીથી ક્રોધનો, પ્રમોદથી માનનો, કરુણાથી માયાનો, માધ્યચ્યથી લોભનો જય થાય છે.
નામનું આલંબન ૧લી માતા આપે. મૂર્તિનું આલંબન બીજી માતા આપે. આગમનું આલંબન ત્રીજી માતા આપે. કેવળજ્ઞાનનું આલંબન ચોથી માતા આપે.
ગણધરોના “યવં વિં તત્તે ?' પ્રશ્નના જવાબમાં ભગવાને ક્રમશઃ “૩M રૂ વ વિIT રૂ (સામાન્ય રીતે બધા ‘વિમે' કહે છે, પણ પૂ. જંબૂવિ.ના સંશોધન પ્રમાણે “વિIT રુ' હોવું જોઈએ. આથી અહીં ‘વિIT રુ' મૂક્યું છે.) વા યુવે રૂ વા' જવાબ આપ્યા. આ ત્રિપદીમાંથી દ્વાદશાંગીનો જન્મ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* *
*
* * * * * ૩૦૧