Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુણ-પર્યાયનો ખજાનો છે.
૧લી માતા પ્રીતિ યોગ આપે. ભક્તિ યોગ આપે.
બીજી માતા ત્રીજી માતા
-
વચન યોગ આપે. વચન એટલે
આજ્ઞાપાલન.
ચોથી માતા અસંગ યોગ આપે. અસંગ એટલે સમાધિ. मुक्तिं गतोपीश ! विशुद्धचित्ते । गुणाधिरोपेण ममासि साक्षात् ॥ भानुर्दवीयानपि दर्पणेंऽशु सङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥ મુક્તિ ગયો તોય વિશુદ્ધિચિત્તે, ગુણોવડે તું અહિંયા જ
ભાસે;
હો સૂર્ય દૂરે પણ આરિસામાં, આવી અને શું ઘર ના પ્રકાશે ?
૩૬૦
‘પ્રભુ ! આપ મોક્ષમાં ગયા છો, છતાં ગુણના આરોપથી મારા વિશુદ્ધ ચિત્તમાં સાક્ષાત્ બિરાજી રહ્યા છો. દૂર રહેલો પણ સૂર્ય દર્પણમાં સંક્રાન્ત થઈને શું ઘર અજવાળતો નથી ?’ આ કુમારપાળની પ્રાર્થના છે.
આટ-આટલું સામે હોવા છતાં ભગવાન આપણને કેમ દૂર લાગે છે ?
ગુપ્તમાં ગુપ્ત વાત, વેપારનું રહસ્ય, વેપા૨ી ભલે બીજા કોઈને ન આપે, પણ પોતાના વિનીત પુત્રને તો જરૂર આપે જ. આપણે પ્રભુના વિનીત પુત્ર થઈ જઈએ તો ? આજ્ઞાપાલક થઈ જઈએ તો ? ભગવાનના ખજાનાના માલીક ન બની શકીએ ?
‘અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે;
વિમલ વિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે.’
ભગવાન સૂર્ય બનીને હૃદયમંદિરમાં પધારે છે, ત્યારે આવા ઉદ્ગારો નીકળી શકે. કર્મ-વિવર એ જ બારી છે, ત્યાંથી જ પરમનું અજવાળું આપણા ઘટમાં આવી શકે છે. કઠોરતા હોય ત્યાં સુધી ચિત્ત વિશુદ્ધ નહિ બને. જે
કહે કલાપૂર્ણસૂરિ-૧