Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણને જગત કેવું દેખાય છે ! તે, જગત કેવું છે? તે નહિ, પણ આપણે કેવા છીએ તે જણાવે છે. જગત દુષ્ટ જણાતું હોય તો ચોક્કસ આપણે દુષ્ટ છીએ. જગત અવ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે અવ્યવસ્થિત છીએ. જગત વ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે વ્યવસ્થિત છીએ. જગત ગુણી જણાતું હોય તો ચોક્કસ આપણે ગુણી છીએ. “દષ્ટિ તેવી સૃષ્ટિ' એમને એમ નથી કહેવાયું.
છે ભગવાનને ભૂલી જવા એ જ આપત્તિ, ભગવાનને યાદ રાખવા એ જ સંપત્તિ.
આ દષ્ટિ ખુલી જાય તો દુઃખ પણ સુખરૂપ લાગે, સુખ પણ દુ:ખ લાગે. તત્ત્વ પામ્યાની આ જ નિશાની છે.
૪ ભુજમાં ગાયના કારણે ધક્કો લાગ્યો. ફ્રેકચર થયું. મને ઊભો કરવામાં આવ્યો, પણ હું ચાલી શકે નહીં. એક પગ બરાબર, ચાલવા તૈયાર, પણ બીજો પગ બરાબર નહીં. બીજા પગની સહાયતા વિના એક પગ શું કરી શકે ? | મુક્તિમાર્ગે પણ એકલા નિશ્ચયથી કે એકલા વ્યવહારથી, એકલી ક્રિયાથી કે એકલા જ્ઞાનથી ન ચાલી શકાય. બંને જોઈએ.
જ્ઞાન આંખ છે તો ક્રિયા પગ છે. પગ વિના આંખ એકલી ચાલી શકે ? આંખ વિના એકલા પગ ચાલી શકે ? આંખ વિના પગ આંધળા છે. પગ વિના આંખ પંગુ છે.
પંખીને ઉડવા પાંખ પણ જોઈએ, આંખ પણ જોઈએ. આંખ જ્ઞાન છે. પાંખ ક્રિયા છે.
• શોમાં નારા પ્રિય સત્યવાઘrt | (વર્ણમાતા) વાયા શોમાં વમgિ: I (નવકાર માતા) નવકાર ભવશોમાં વપરાત્મ-વો: (અષ્ટપ્રવચન માતા) કરેમિ ભંતે વોચશોમાં સમતા શાન્તિ: (ત્રિપદી માતા) લોગસ્સ
પૂ.પં. ભદ્રંકરવિ.એ આ શ્લોક હાથે લખીને આપેલો. આ શ્લોક પર મેં ૧૫-૨૦ દિવસ વ્યાખ્યાનો આપેલા, તે ઘણાને યાદ હશે ! આમાં ચાર માતા, નવપદ વગેરે બધું આવી જાય છે.
આ શ્લોક પાકો થઈ ગયો ? હા, પાકો કરવાનો છે. હું
૩૧૮
=
=
=
=
=
= =
=
* *
* * કહે