Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- પદ્વી-પ્રસંગ, પાબીતા, :સં. ૨૦૬૭, મf. સુ. ૧,
ભાદરવા વદ ૮ ૦૨-૧૦-૧૯૯૯ : બપોર
» અનંતકાળના ભ્રમણમાં આવા વીતરાગ ભગવાન કદી મળ્યા નથી. મળ્યા છે તો શ્રદ્ધા કરી નથી, ભક્તિ કરી નથી, ભક્તિની પરાકાષ્ઠાએ નથી પહોંચ્યા, એ વાત નક્કી
છે.
ભગવાન તો નિર્વાણ પામ્યા. તો મળ્યા શી રીતે કહેવાય ? એમની વાણી દ્વારા, એમની મૂર્તિ દ્વારા, અત્યારે ભગવાન આપણને મળ્યા છે. જેમ પત્ર દ્વારા કોઈ પ્રિય વ્યક્તિ મળે તેમ.
આગમ ભગવાનનો પત્ર છે. એમણે એ પત્ર ગણધરો પાસેથી લખાવ્યો છે.
- પુષ્પરાવર્ત મેઘની જેમ ભગવાન વરસ્યા છે. ભગવાને ફૂલોનો વરસાદ વરસાવ્યો છે. ગણધરોએ એની માળા ગુંથી છે. એ માળા તે જ આગમ !
પત્ર ભલે ટપાલીએ આપ્યો, પણ છે કોનો ? પ્રેમ ટપાલી પર નહીં, પત્ર લખનાર પર થાય. અમે તો ટપાલી છીએ.
કહે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૩૨૫