Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મારે શું બોલવું ? બધો માલ ખૂટી ગયો. ભગવાન પાસે જઈને પોકારૂં ! ભગવાન પાસે પ્રાર્થના કરતાં જ બધું જૂનું પૂ.પં. ભદ્રંકરવિજયજી પાસેથી સાંભળેલું યાદ આવી જાય. આજે જ ઘણું બધું યાદ આવી ગયું.
હું અહીં સૂત્રાત્મક બોલવા પ્રયત્ન કરૂં છું. કારણ કે અહીં ઘણા એવા વિદ્વાન વક્તા, મુનિઓ, સાધ્વીઓ બેઠેલા છે જે ઘણાને પહોંચાડી શકશે.
'लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव त्वं शाश्वतं मङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥ અરિહંત લોકોત્તમ છે, અપ્રતિમ છે.
સિદ્ધો પણ કહે : ના ભઈ, અમને મુખ્ય નહિ બનાવતા. અમને અહીં પહોંચાડનાર અરિહંતો છે. અમારામાં લોકોત્તમતા અરિહંતના કારણે આવી છે.
ચત્તારિ તોમુત્તમા માં ભલે સિદ્ધોનું સ્થાન છે, પણ એ ચારેયમાં મુખ્ય તો અરિહંત જ ને ? સિદ્ધચક્રમાં, નવપદમાં કે બીજે બધે જ અરિહંત જ મુખ્ય છે.
ઈંડું પહેલાં કે મરઘી ? (આવો પ્રશ્ન ભગવતીમાં છે) ભગવાન કહે છે : બંને અનાદિથી છે કોઈ પહેલું નહિ, કોઈ પછીનું નહિ.
તેમ અરિહંત અને સિદ્ધ પણ અનાદિથી છે. તોજો... માં ચોથી પંક્તિ રહસ્યપૂર્ણ છે : ‘સિદ્ધષિસર્મમયસ્ત્વમેવ' બાકીના ત્રણ મંગળ (સિદ્ધ + ઋષિ + ધર્મ) આપ જ છો. ‘ચત્તાર તોમુત્તમા’માં અરિહંત સિવાયના બાકીના ત્રણ લોકોત્તમો આમાં આવી ગયાને ?
ભગવાન સાથે સંબંધ બાંધવાની કળાથી માધુર્યોપાસના થશે. દુનિયા સાથે સંબંધ બાંધતાં શીખ્યા છીએ, પણ ભગવાન સાથે નહિ.
त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरुः परः । प्राणाः स्वर्गेऽपवर्गश्च सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥
બીજાને કહેવા માટે આ બધું યાદ નહિ રાખતા, પણ ભગવાનને માતા-પિતા-નેતા, દેવ વગેરે ગણીને તેમની સાથે
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
૩૩૨