Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે એવો વિચાર હતો ઃ ગુજરાતમાં જઈશું ત્યારે યોગ્ય જિજ્ઞાસુઓ મળશે તો ધ્યાન-વિચાર ગ્રંથ વાચનામાં વાંચવો.
બાબુભાઈ કડીવાળા : તો પાલીતાણામાં અમે ચાર મહિના રહીશું. 'अज्ञातवस्तुतः ज्ञाते सति श्रद्धा अनन्तगुणा भवति ।'
અજ્ઞાત કરતાં જાણેલી વસ્તુમાં શ્રદ્ધા અનંતગણી હોય છે.
છે. આપણે પણ ગણીએ, પૂ.પં. મ. પણ નવકાર ગણતા, ફરક શું ? એમની કક્ષા અતિ ઉચ્ચ હતી, માટે એમને અલગ ફળ મળે, આપણને અલગ મળે.
નવકાર શ્રીમતીએ પણ ગણ્યો ને આજની “શ્રીમતીઓ પણ ગણે છે. પણ ફરક ક્યાં પડ્યો ? પત્થર એક જ છે. તમે હાથથી ફેંકો અને બીજો ગોફણથી ફેંકે તો ફરક પડવાનો જ ને ! એ જ પત્થરને બંદૂકથી ફેંકવામાં આવે તો ?
એક નાનો વેપારી ૨૪ કલાક કામ કરે છે તે માંડ ૧૦૦૦ કમાય છે. મોટો વેપારી ખાસ કાંઈ કરતો નથી. છતાં લાખો કમાય છે. કારણ કે મૂડી ઘણી છે. પેલા પાસે મૂડી ઓછી છે. મૂડી પ્રમાણે નફો મળી શકે.
પૂ.પં. મ. પાસે જ્ઞાનની મૂડી ઘણી હતી. આથી જ ઘણું કમાયા.
. चिन्ताभावनापूर्वकः स्थिराध्यवसायो ध्यानम् । ધ્યાનવિચારનું આ પહેલું સૂત્ર છે. ચિત્તા અને ભાવનાજ્ઞાનપૂર્વકના અધ્યવસાય તે ધ્યાન છે. - ચિન્તા ૭ પ્રકારની છે.
૨૪ ધ્યાનના ભેદોમાં નવકારનો જાપ તે પદધ્યાન છે. આ ધ્યાન શ્રેષ્ઠ છે. કારણકે નવકારના પાંચ પદો સૌથી શ્રેષ્ઠ છે. રાજા, અમાત્ય, શ્રેષ્ઠી, સેનાપતિ વગેરે મહત્ત્વપૂર્ણ પદ છે. તેમ પંચ પરમેષ્ઠીના આ પાંચ પદો મહત્ત્વપૂર્ણ છે.
જ માનતુંગસૂરિ કહે છે :
આપની સ્તુતિમાં શું શક્તિ છે ? આપની સ્તુતિ કરતો આપના જેવો જ બની જાય છે. પોતે જ જવાબ આપતાં કહે છે : પોતાના આશ્રિતને પોતાના જેવો ન બનાવે તે શેઠ શા કામનો ?
* પાંચ પરમેષ્ઠીમાં તમને કયું પદ જોઈએ ? એકે યા
૩૪૦.
ઝ
=
=
=
. #
#
#
#
#
#
# # કહે