Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
पदवी दीक्षा का प्रसंग, લિ. ૨૦૧૭, માને, . , પાનીના
ભાદરવા વદ ૧૦ ૦૪-૧૦-૧૯૯૯ : સવાર
વાંકીનો આ મંગલ પ્રસંગ ચેતનાનું ઉદ્ઘકરણ કરવા માટે છે. ચેતનાના ઉદ્ઘકરણ તરફ રુચિ પેદા થાય તો પણ આપણું કામ થઈ ગયું સમજો.
પૂ.. ભદ્રંકરવિ. મ.ના હૃદયમાં અપાર કરુણા હતી. આવનાર જીવનું કલ્યાણ કરવા સતત મથતા રહેતા. નાનકડા બાળકને પણ નવકાર પ્રેમથી આપતા. એક વ્યક્તિને નવકાર ગણવા પા કલાક સમાજાવેલું તે અમે જોયું છે. નવકાર પોતે જ એનામાં નિર્મળતા પેદા કરશે, યોગ્યતા પેદા કરશે, એમ તેમની દઢ શ્રદ્ધા હતી.
* નવકાર સૌ પ્રથમ અહંકાર પર કુઠારાઘાત કરે છે. મોહની ઇમારત અહં અને મમ પર ઉભેલી છે. નવકાર આ પાયામાં જ સુરંગ ફોડે છે. મમ પણ અહંના કારણે જ છે.
અહં' એટલે હું ! “મમ” એટલે મારું” ! હું” જ નથી તો મારું ક્યાંથી થવાનું ? નવકારમંત્ર શીખવે છે : “ન અહં' “ન મમ “
૩૩૮
*
*
*
*
*
*
*
*
* *
* કહે