Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રાવણ, દુર્યોધન આદિ આના ઉદાહરણો છે. બીજી માતા (નવકારમાતા) આપણો અહંકાર તોડે છે. આપણો સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બનાવે છે.
૦ પ્રશ્ન વ્યાકરણમાં અહિંસાના ૬૦ નામો આપ્યા છે. તેમાં અહિંસાનું એક નામ “શિવા” પણ છે.
अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी; अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा.
એનો આપણે શો અર્થ કરીએ છીએ ? શિવાદેવી નેમિનાથ ભગવાનની માતા ? પણ એના કરતાં ‘શિવા”નો અર્થ કરૂણા = અહિંસા કરીએ તો ? કરૂણા જ તીર્થકરત્વની માતા છે.
સુરતમાં પૂ. ભુવનભાનુસૂરિજીને આ ૬૦ નામો બતાવ્યા, ‘શિવા” શબ્દ બતાવ્યો, આનંદિત થઈ ગયેલા.
અહિંસાનું અહી જે પાલન કરે તેને પૂર્ણ અહિંસારૂપ સિદ્ધશિલા મળે. જે ધર્મનું પૂર્ણ પાલન કરે તેને મોક્ષ મળે. કારણ આવે તો કાર્ય આવવાનું જ છે. દીવો આવશે તો પ્રકાશ ક્યાં જશે ? ભોજન આવશે તો તૃપ્તિ ક્યાં જશે ? તૃપ્તિ માટે નહિ, પણ ભોજન માટે જ પ્રયત્ન કરનારા આપણે ધર્મ માટે કેમ પ્રયત્ન કરતા નથી ? ચાલવાનો પ્રયત્ન ચાલુ રાખશો તો મંઝિલ ક્યાં જશે ? ચાલવાનું ચાલુ રાખો, મંઝિલ પોતાની મેળે આવશે. ભોજન કરો. તૃપ્તિ પોતાની મેળે મળશે. દીવો જલાવો, પ્રકાશ પોતાની મેળે મળશે, ભક્તિ કરો, મુક્તિ પોતાની મેળે મળશે. | મુક્તિ-મુક્તિનો જાપ કરીએ, પણ એના કારણનો સમાદર ન કરીએ તો આપણે પેલા મૂખ જેવા છીએ, જે તૃપ્તિ-તૃપ્તિનો જાપ તો કરે છે પણ સામે જ પડેલા લાડવા ખાતો નથી.
૦ આંધળો ને પાંગળો બંને સાથે રહે તો ઇષ્ટ સ્થાને જઈ શકે, પણ અલગ રહે તો ?
ક્રિયા અને જ્ઞાન સાથે મળે તો મોક્ષ મળે, પણ અલગ રહે તો ? મોક્ષ દૂર જ રહે !
કહી
એ
જ
ઝ
#
# #
# ૩પ૦