Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છો. નવલાખ વાર તમારી ઘંટડી પ્રભુના દરબારમાં વાગશે તો ભગવાન તમારો ફોન નહિ ઉપાડે ?
પ્રશ્ન : વચ્ચે આયુષ્ય પૂરું થઈ ગયું તો ?
ઉત્તર : નવલાખની તમારી બાધા નહિ ભાંગે. આગામી ભવમાં તમને એવો જન્મ મળશે જ્યાં જન્મતાંની સાથે જ નવકાર મળશે. નવકાર ભવાંતરમાં પણ સાથે ચાલશે.
જ સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરુ, જાણું તુમ ગુણ ગ્રામજી;
બીજું કાંઈ ન માંગું સ્વામી, એહિ જ છે મુજ કામજી.
ભગવદ્ ! ઓ ત્રણ લોકના નાથ ! તમારા ગુણોનો વૈભવ હું જાણું . બીજું કાંઈ માંગતો નથી. બસ, આ ગુણો જ મારે જોઈએ છે. આનાથી જ મારે કામ છે.”
પૂ. દેવચન્દ્રજી મ.ની આ પ્રાર્થના, આપણી પ્રાર્થના બની જાય તો કેટલું સારું ?
તારો હું શ્રેષ્ય, દાસ, સેવક, કિંકર છું. આપ માત્ર “હા” પાડો એટલે પત્યું. પૂ. હેમચન્દ્રસૂરિજીની આ પ્રાર્થના ભગવાનનો ખરો ભક્ત કેવો હોય તે જણાવે છે.
પ્રશ્ન : કોઈક સ્થળે આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ નવકાર ગણીએ તો ત્રીજે ભવે મોક્ષ મળે. કોઈક સ્થળે નવકારના આંકડા જુદા જુદા આવે છે. આમાં સાચું
શું ?
ઉત્તર : જેટલો જેનો ખોરાક હોય તેટલો તેને અપાય. કોઈકનો ખોરાક દસ રોટલી હોય તો કોઈકનો બે રોટલી. મૂળ વાત પેટ ભરવાની છે. મૂળ વાત તૃપ્તિની છે. જેટલા નવકારથી તમારું કલ્યાણ થાય તે બધા જ સ્વીકાર્ય. આમાં સંખ્યાનો કોઈ આગ્રહ નથી.
એકાદ નવકારથી પેલો સાપ ધરણેન્દ્ર બની ગયો હતો. ક્યાં નવ લાખ નવકાર એ ગણવા ગયેલો ? | બધાની કક્ષા અલગ-અલગ, તેમ તેના માટે નવકારની સંખ્યા પણ અલગ-અલગ !
૩૨૮
*
*
*
*
*
*
* *
* *
* * કહે