Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શું ? પાસે કોઈ સામગ્રી નહીં, “નમસ્કાર સ્વાધ્યાય' સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત પુસ્તક સામે પડેલું હતું. એવી આદત ખરી કે કોઈ પણ કામ શરૂ કરવું હોય તો બાર નવકાર ગણવા. બાર નવકાર ગણીને મેં એ પુસ્તક ખોલતાં પહેલા પ્રભુને પ્રાર્થના કરી : પ્રભુ ! મારે જે લખવું છે તે મને અપાવજો.
પુસ્તક ખોલતાં જ બરાબર મને જે જોઈતું હતું તે જ મલ્યું. ચાર ચીજો મળી. મારું હૃદય નાચી ઉઠ્યું. પછી એના આધારે મેં ધ્યાન-વિચાર લખવાનું શરૂ કર્યું.
છે. જ્યાં સુધી પોતાની અધૂરાશ ન લાગે ત્યાં સુધી પ્રભુ પાસે માંગવાનું મન ન થાય. માંગીએ નહિ ત્યાં સુધી મળે નહીં.
પોતાની ઉણપ દેખાય તે જ અહંકારથી શૂન્ય બની શકે. અહંકારથી શૂન્ય બને તે જ અહંથી પૂર્ણ બને.
પ્રભુ પાસે માંગીએ તો મળે જ મળે... પણ માંગીએ જે નહિ તો...?
પ્રશ્ન : પ્રભુ તો મા છે. મા તો વગર માગ્યે પણ પીરસે, તો પ્રભુ કેમ આપતા નથી ?
ઉત્તર : મા વગર માંગ્યે બાળકને આપે તે સાચું, પણ બાળકની ઉંમર પ્રમાણે આપે, સ્તનપાન કરનાર બાળકને મા કાંઈ દૂધપાક ન આપે. નાનકડા બાળકને મા કાંઈ લાડવા ન આપે. આપે તો બાળકને નુકશાન જ થાય. પ્રભુ આપણી યોગ્યતા પ્રમાણે આપી જ રહ્યા છે. યોગ્યતા વધતી જશે તેમ પ્રભુ પાસેથી વધુને વધુ મળતું જ જશે. તો પછી માંગવાની શી જરૂર છે ? યોગ્યતા જ વધારતા રહેવું ને ? એવો તમે પ્રશ્ન કરી શકો છો, પણ મારી વાત બરાબર સાંભળી લો. પ્રભુ પાસે દીન-હીન બનીને યાચના કરવાથી જ યોગ્યતા વધે છે. યોગ્યતા કેળવવાની સૌથી ઉત્કૃષ્ટ રીત આ છે : દીન, હીન, અનાથ અને નિરાધાર બની પ્રભુ સમક્ષ યાચના કરવી. અહંકારથી અક્કડ બનીને નહિ, નમસ્કારથી નમ્ર બનીને પ્રભુ પાસે યાચના કરવાની છે. નમ્ર જ ગુણોથી ભરાય છે, અક્કડ નહિ. સરોવર જે પાણીથી ભરાય છે, અક્કડ પહાડ નહીં.
૩૧૪
=
=
=
=
=
=
=
=
= =
=
= = કહે