Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પિતાનો વારસો પુત્ર સપુત્ર બને તો મેળવી શકે તેમ આપણે આજ્ઞાપાલક બનીએ તો એમની પ્રભુતા મેળવી શકીએ.
પ્રતિમાં આલંબન માટે છે. ધીરે ધીરે આદત પડતાં એમ જ ભગવાન સામે દેખાવા લાગશે.
જલપાત્રમાં જેમ સૂર્ય દેખાય, તેમ ભક્તને મૂર્તિમાં ભગવાન દેખાય છે. જલપાત્રમાં દેખાતો સૂર્ય સાચો નહિ ?
મનફરામાં (વિ.સં. ૨૦૩૭) બહિભૂમિએ જતાં તળાવમાં સૂર્યના પ્રતિબિંબના પ્રકાશથી પણ ગરમી લાગતી, માથું દુઃખતું.
બોલો, કયો સૂર્ય સાચો ? ઉપરવાળો સૂર્ય કે તળાવમાં પ્રતિબિંબિત સૂર્ય ? કયા ભગવાન સાચા ? ઉપર રહેલા તે કે હૃદયમાં આવેલા તે ? બંને સાચા.
તળાવ ડહોળાયેલું હોય તો પ્રતિબિંબ નહિ દેખાય. આપણું ચિત્ત પણ કલુષિત હોય તો ભગવાન નહિ આવે. ભગવાન નથી ભાગ્યા, પણ આપણે ભગાડી દીધા. આપણી પ્રસન્નતા પ્રભુની પ્રસન્નતા સૂચવે છે. એટલે કે ચિત્ત પ્રસન્ન બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ પડે છે.
બોધિ - સમાધિ જીવન્મુક્તિ છે અને પૂર્ણ આરોગ્ય વિદેહમુક્તિ છે. આ બંને મુક્તિ ગણધરોએ લોગસ્સમાં ભગવાન પાસે માગી છે.
- ૪૫ વર્ષ દીક્ષા લીધે થયા. તેનાથી પણ પહેલા, બાળપણથી જ મેં ભગવાનને પકડ્યા. આગળ વધીને કહું તો કેટલાય ભવોથી ભગવાન પકડચા હશે તે ખબર નહિ. ભવોભવ ભગવાન સાથે છે, એમ જ મને લાગે છે.
સાધના માટે ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે, હા, બાવળીયા પાકે.
“નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.”
માનવિજયજીની આ પંક્તિ પરથી જ પુસ્તકનું નામ મિલે મન ભીતર ભગવાન” પાડ્યું છે.
મોહનીયનો જેટલા અંશે હાસ થયો હોય તેટલા અંશે
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * *
* *
* *
* * * ૨૬૩