Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જગાડવા જ આ ધર્મશાસ્ત્રાદિ છે.
ભાવિમાં રોકડું થનારું આપણું ઐશ્વર્ય આજે પણ કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. પરંતુ આજે તો આપણે ભિખારી છીએ. છતે પૈસે કંગાળ છીએ. હાથમાં કંઈ નથી.
મુંબઈના કેટલાક બિલ્ડર્સોના પૈસા જમીનમાં રોકાઈ ગયા હોય, જમીનના ભાવ ગગડી રહ્યા હોય, તેના જેવી આપણી સ્થિતિ છે. પૈસા આપણા હોવા છતાં આપણી પાસે નથી.
છે જેને સામાન્ય લોકો સોનું-ચાંદી માને છે, જેની પાછળ દોડવામાં જીંદગી પૂરી કરે છે, જ્ઞાનીઓની નજરે એ માત્ર પીળી-સફેદ માટી છે. ‘જિરિત્રનાં થનું પન, થાવત દ્રિય-મતિઃ | अनादिनिधनं ज्ञानं धनं पार्वे न पश्यति ॥
- જ્ઞાનસાર જિયજયાષ્ટકમ્ ૦ તમારા પૈસા ક્યાંક જમા હોય ને તમે તેનાથી અજાણ હો. સ્વાભાવિક છે કે અજ્ઞાનના કારણે તમે ઉઘરાણી કરવા ન જાવ. પૈસા માટે જ્યાં ત્યાં ભટક્યા કરો.
આપણી હાલત આજે એવી થઈ છે. આપણું આત્મ – ઐશ્વર્ય કર્મસત્તાએ દબાવી મૂક્યું છે. આપણે એથી અજાણ છીએ.
- “ભણ્યા પણ ગણ્યા નહિ' એ કહેવત પુનરાવર્તનનું મહત્ત્વ પણ કહે છે. માત્ર ભણવું પૂરતું નથી. એને ગણવું જરૂરી છે. ગણવું એટલે પુનઃ પુનઃ આવર્તન કરવું, બીજાને આપવું. જે બીજાને આપીએ છીએ તે આપણું છે, બાકી બધું પારકું છે. બીજાને આપેલું જ્ઞાન જ રહે છે, એ મારો પોતાનો અનુભવ છે.
ભણવાની સાથે ગણવું એટલે જીવનમાં ઉતારવું. ભણ્યા પછી એ જીવનમાં ન ઉતરે તો એનો અર્થ શો ?
• બંધ કરતાં અનુબંધ મહત્ત્વનો છે. અનુબંધ એટલે લક્ષ, ઉદ્દેશ, વલણ, અંદરનો હેતુ. જેમ વાંકી ખાતે આવનારો માણસ જે ખાતે પૈસા આપે તે જ ખાતામાં જમા થાય, તેમ આપણે જે આશયથી કાર્ય કરીએ તે જ સ્થાને જમા થાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૨૮૫