Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરી રહ્યા છે. કીર્તિરત્ન - હેમચન્દ્ર વિ. એ પણ ગંગાવતીમાં પોતાની યોગ્યતા પ્રમાણે સારી જમાવટ કરી છે.
૦ જેટલી કાળજી તમારા આત્માની કરો છો, તેટલી જ કાળજી બીજાની કરો. કારણ કે બીજો “બીજો નથી, આપણો જ અંશ છે. બીજાની હિંસામાં આપણી જ હિંસા છૂપાયેલી છે, એ સમજવું પડશે. બીજાની હિંસા કરીએ છીએ ત્યારે આપણે આપણી જ દસગણી હિંસા નિશ્ચિત કરી દઈએ છીએ. હોય વિપાકે દસગણું રે, એકવાર કિયું કર્મ...”
મોહની જેટલી પ્રબળતા વધુ તેટલી બીજી બધી જ અશુભ પ્રવૃતિઓ જોરદાર સમજવી. બીજી ઓછી અશુભ હોય તો વધુ અશુભ બને, વધુ ઘટ્ટ બને.
અરિહંતાદિની આશાતનાથી મોહનીય કર્મ બંધાય છે. મોહનીયનું પાપ હિંસાથી પણ વધુ છે. આજ્ઞાભંગનું પાપ સૌથી મોટું. મોહનું કામ આજ્ઞાભંગ કરાવવાનું છે. મિથ્યાત્વ વિના આજ્ઞાભંગ થઈ જ ન શકે.
સમ્યક્ત થયા પછી જગતના સર્વ જીવો શિવરૂપે દેખાય. જેને પોતાનામાં શિવત્વ દેખાયું, તેને સર્વત્ર શિવ દેખાવાના. આ જ સમ્યમ્ દષ્ટિ છે.
સૃષ્ટિ કદી બદલાતી નથી. દષ્ટિ બદલાય છે. દષ્ટિ પૂર્ણ બને ત્યારે જગત પૂર્ણ દેખાય. દૃષ્ટિ સભ્ય બને ત્યારે જગત સમ્યગુ દેખાય.
કાળા ચશ્મા પહેરો તો જગત કાળું છે. પીળા પહેરો તો પીળું છે. પીળા ચમાને માત્ર ઉપમા નહિ સમજતા. આ વાસ્તવિકતા છે. જ્યારે અશુભ પરિણામ કરીએ છીએ ત્યારે કૃષ્ણલેશ્યા હોય છે. કૃષ્ણલેશ્યા કાળા પુગલોને ખેંચે છે. તેજોલેશ્યા પીળા પુગલોને ખેંચે છે. જેમ જેમ અધ્યવસાયો નિર્મળ થતા જાય તેમ તેમ સ્વચ્છ ને સ્વચ્છ પુગલો આપણે ખેંચતા રહીએ છીએ.
પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ કૃષ્ણલેશ્યા દ્વારા સાતમી નરકે લઈ જાય તેવા, ખૂબ જ અશુભ કર્મો બાંધ્યા, પણ તે સ્પષ્ટ હતા,
૨૯૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧