Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરવા, ) વિ.સં. ૨૦૨૮, માય શ. , કિં. ર૧--
ભાદરવા સુદ ૧૧ ર ૧-૦૯-૧૯૯૯, મંગળવાર
વિધિપૂર્વક પાલન કરો તો સાધુધર્મ જલ્દીથી અને શ્રાવકધર્મ ધીમેથી મોક્ષ તરફ લઈ જાય છે. શ્રાવકધર્મ કીટિકાગતિથી અને સાધુધર્મ વિહંગમગતિથી ચાલે છે.
વૃક્ષ પર કેરી ખાવા કીડી પણ ચડે, પોપટ પણ જાય, બંને વચ્ચે કેટલો ફરક ?
ભૂખ તીવ્ર હોય તો કીટિકાગતિ છોડીને વિહંગમગતિ જીવ સ્ટેજે અપનાવે. આજે પાપના કાર્યોમાં વિહંગમગતિ નહિ, પણ પ્લેનની ગતિ છે, પણ ધર્મકાર્યોમાં કીડી જેવી ગતિ છે.
* અતિચાર એટલે ચારિત્ર જહાજમાં છિદ્રો ! છિદ્રો ધ્યાનમાં આવ્યા પછી પૂરવામાં ન આવે તો જહાજ ડૂબી જાય. છિદ્રો પૂરવાના બદલે મોટા-મોટા છિદ્રો (અતિચારો) કરતા રહીએ તો શું થાય ?
છે શરીરમાં કોઈ ગુમડા કે ઘા પર જરૂર હોય તેટલું જ મલમ આપણે લગાડીએ છીએ, થપેડા નથી લગાડતા. તેમ
*
*
#
#
#
#
#
#
#
#
#
#
# ૨૦૫