Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
૦ જેટલી દૃષ્ટિ ખુલે તેટલી ઉત્તમતા દેખાય.
મુનિચન્દ્રસૂરિજીને કોઢીયામાં ઉત્તમ પુરુષ (શ્રીપાળ) દેખાયો. સિદ્ધો તો સૌ સંસારીને પણ સતુ - ચિતુ - આનંદથી પૂર્ણ જુએ છે.
મંત્ર, વિદ્યા, સિદ્ધિ વગેરે અનેક દૃષ્ટિએ લોગસ્સ સૂત્ર મહત્ત્વપૂર્ણ છે. કાયોત્સર્ગમાં પણ તેનો પ્રયોગ કરાય છે. કાયોત્સર્ગમાં તે ધ્યાનાત્મક બનતાં તેનું બળ વધી જાય. કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ બનતાં તેનું બળ વધી જાય છે. બોધિ સમાધિ પ્રાપ્ત કરવાની આમાં કળા છે. બીજા બધા મંત્ર-યંત્રાદિથી આ ચડી જાય. આ સૂત્રથી આપણું ચિત્ત પ્રસન્ન બને, જે પ્રસન્નતા સંસારમાં સૌથી દુર્લભ છે, ક્રોડો ડોલરથી પણ મળતી નથી. અહીં વગર પૈસે લોગસ્સ તમને ચિત્તની પ્રસન્નતા આપવા સજ્જ છે. કારણ કે લોગસ્સમાં તીર્થકરનું ભાવપૂર્વકનું કીર્તન
એવું મએ અભિથુઆ = સામે રહેલાની સ્તુતિ ! ભગવદ્ ! આપ મારી સમક્ષ રહેલા છો ને મેં આપની સ્તુતિ કરી છે.
તમે આ લોગસ્સને જીવનમાં ઉતારવા માંગતા હો તો કહું. નહિ તો મૌન રહું.
તમારી સામે તો માત્ર ફોનનું ભૂંગળું છે, છતાં તમે વ્યક્તિની સાથે વાત કરો છો, લોગસ્સ, નવકાર, મૂર્તિ વગેરે પણ ભૂંગળા છે, જે પ્રભુની સાથે આપણને જોડી આપે છે. એકમાં યંત્રશક્તિ છે. બીજામાં મંત્રશક્તિ !
પ્રતિમા, નવકાર વગેરે અરિહંત છે; અરિહંત સાથે જોડનારા છે, એવું હજુ ચિત્તમાં લાગ્યું નથી. માટે જ મન પ્રભુમાં ચોંટતું નથી.
લોગસ્સ વગેરે રોજના થયા, એમ તમને લાગે છે, તો દુકાન, પત્ની વગેરે પણ રોજના નથી ? ત્યાં કેમ રસ આવે છે ? ત્યાં સ્વાર્થ છે તો અહીં સ્વાર્થ નથી ? સાચો “સ્વાર્થ' જ અહીં છે. સ્વાર્થનો અર્થ સમજો. સ્વ એટલે આત્મા. અર્થ એટલે પ્રયોજન. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
* * * * *
= = = = = ૨૫૦