Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
» ‘તિસ્થથરા જે પીયંત' ભગવન્! મારા પર પ્રસન્ન થાઓ. “પ્રીઃ નવ મયિ ' ભગવાન વળી અપ્રસન્ન હોય ? ભગવાન અપ્રસન્ન નથી, પણ આપણે પ્રસન્ન બનીએ એટલે ભગવાન પ્રસન્ન થયા ગણાય.
ભગવાનની પૂજાનું ફળ આ જ છે : ચિત્તની પ્રસન્નતા. __ 'अभ्यर्चनादर्हतः तस्मादपि मनःप्रसादस्ततः समाधिश्च નિઃશ્રેયસ... મતો દિ તન્યૂઝનમ્ ચાધ્યમ્' - આમ ઉમાસ્વાતિ મહારાજ કહે છે.
ભગવાનના અર્ચનાદિથી જ્ઞાનાવરણીયાદિ ૪ ઘાતી કર્મોનો નાશ થાય. જ્ઞાન પ્રાપ્ત કરાવે માટે જ્ઞાનાવરણીય કર્મ.
દર્શન પ્રાપ્ત કરાવે માટે દર્શનાવરણીય કર્મ, ચારિત્ર પ્રાપ્ત કરાવે માટે મોહનીય કર્મ,
ઉલ્લાસ પ્રાપ્ત કરાવે માટે અંતરાય કર્મને પ્રભુભક્તિ હટાવે છે.
• ગુરુનું જેટલું બહુમાન કરીએ તે ભગવાનનું જ બહુમાન છે. | ‘ગો ગુરૂં મગ્ન મ પન્ન' જે ગુરુને માને છે તે મને માને છે, એમ ભગવાને કહ્યું છે. ગુરુ તત્ત્વની સ્થાપના પણ ભગવાને જ કરી છે ને ?
આમ અલગ દેખાય, પણ આમ ગુરુ અને દેવ એક જ છે. અરિહંત સ્વયં પણ દેવ છે, તેમ ગુરુ પણ છે. ગણધરોના ગુરુ જ છે. દુનિયાના દેવ છે. અરિહંત બંને ખાતા સંભાળે
જૈનેતર દર્શનની જેમ આપણે ત્યાં ગુરુ અને દેવ આત્યંતિક રૂપે ભિન્ન નથી.
ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : પ્રભુ સ્તુતિ - કીર્તન આદિથી જ્ઞાનદર્શનાદિ રૂપ બોધિલાભ મળે છે. વળી, આ જ કાળમાં તે જીવન્મુક્તિનો અનુભવ કરાવે છે.
૨૫૮
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે.