Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લીંબડાની કડવાશ માત્ર હોય છે. • સળ[ ટર્શન – જ્ઞાન - ચારિત્રાિ મોક્ષમઃ |
- તત્ત્વાર્થ સૂત્ર આ સૂત્રમાં ઉત્ક્રમથી પાંચ પરમેષ્ઠી રહેલા છે.
માર્ગથી અરિહંત, “મોક્ષ'થી સિદ્ધ, “ચારિત્ર'થી આચાર્ય, “જ્ઞાન”થી ઉપાધ્યાય, ‘દર્શન'થી સાધુ અને સમ્ય'થી નમસ્કાર નિર્દિષ્ટ થયેલ છે.
મોક્ષની અભિલાષા એટલે સિદ્ધ થવાની અભિલાષા. સિદ્ધની અભિલાષા એટલે શુદ્ધ થવાની અભિલાષા. જેટલા અંશે તમે શુદ્ધ બનો છો, તેટલા અંશે તમે સિદ્ધ બનો છો. અહીં જ તમે ક્ષણે-ક્ષણે સિદ્ધ બની રહ્યા છો.
a - HTTો ?' ના સિદ્ધાંતથી આમ કહી શકાય. મિન્ના - મડે' થી જેમ અત્યારે આપણે મરી રહ્યા છીએ, તેમ શુદ્ધ થતા આપણે અત્યારે જ સિદ્ધ બની રહ્યા છીએ, એમ ન કહી શકાય ?
૦ નિશ્ચયથી પ્રતિપત્તિ પૂજા ૧૧-૧૨-૧૩ ગુણઠાણે હોય, પણ એનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થઈ શકે.
પ્રભુ - આજ્ઞાપાલનરૂપ પૂજા સૌ પ્રથમ આવવી જોઈએ, પછી પ્રતિપત્તિ પૂજા આવે. હિંસાદિ આશ્રવોનો ત્યાગ કરવો તે પ્રભુનું આજ્ઞાપાલન છે. મિથ્યાત્વ - અવિરતિ - પ્રમાદ - કષાય - યોગ - આ આશ્રવોના પાંચ દ્વાર છે. તેને રોકવા તે પ્રભુની આજ્ઞા છે.
આશ્રવોના દ્વાર ખુલા ન રખાય. દુકાનના દ્વાર એક રાત ખુલા રાખી તો જુઓ ! અનાદિકાળથી આપણે પાંચ-પાંચ દ્વારા ખુલા રાખ્યા છે. લૂંટ ન થાય તો બીજું શું થાય ?
સંવર : આશ્રવનું પ્રતિપક્ષી છે. દરવાજે જેમ વોચમેન રાખો છો, તમે આત્મમંદિરે સંવરના વોચમેન જોઈએ.
વિવેક જેવો કોઈ વોચમેન નથી. | વિવેક પ્રભુકૃપાથી મળે છે. હેય - ઉપાદેયની સમ્યક જાણકારીપૂર્વકનું જ્ઞાન સાથેનું આચરણ તે વિવેક.
પ્રભુ-ભક્તિમાં રંગાઈ જશો, તેટલા ગુણો તમને
૯૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧