Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બદલાવી શકીએ. એ આપણા હાથમાં છે. સૃષ્ટિ ન બદલાય. સૃષ્ટિ બદલી શકીએ. ગામ ન બદલાય. ગાડું બદલાવી શકીએ. પરિસ્થિતિ ન બદલાવી શકીએ. મનઃસ્થિતિ બદલાવી શકીએ.
છે બીજાને જે આપીએ તે આપણા માટે સુરક્ષિત બની ગયું સમજો. ધન, જ્ઞાન, સુખ, જીવન, મરણ,દુઃખ, પીડા વગેરે બધું જ.
બીજાને જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત. બીજાને ધન આપીએ તો આપણું ધન સુરક્ષિત. બીજાને સુખ આપીએ તો આપણું સુખ સુરક્ષિત. બીજો જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત.
સ્વયં તરી શકનાર જ બીજાને તારી શકે. સ્વયં દેખતો માણસ જ બીજાને માર્ગ બતાવી શકે. સ્વયં ગીતાર્થ મુનિ જ બીજાને માર્ગ બતાવી શકે.
મહાપુણ્યોદય હોય તો જ મળેલી સામગ્રીનો ત્યાગ કરી સાધુપણું સ્વીકારવાનું મન થાય, એમ હરિભદ્રસૂરિજી કહે છે.
૪ દીક્ષા લીધા પછી પણ કોઈપણ પ્રકારની આકાંક્ષા પ્રતિબંધક છે. તપસ્વી, વિનયી, સેવાભાવી, શાન્તમૂર્તિ, ભદ્રમૂર્તિ, વિદ્વાન, પ્રવચનકાર વગેરે તરીકેની પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવાની વૃત્તિ સાધુતાને રોકે છે.
* સંસાર સ્વાર્થમય છે. વેપારી ભલે કહે: તમે ઘરના છો. તમારી પાસેથી લેવાય નહિ, પણ ખરેખર એ લીધા વિના રહે નહિ. સોની જેવો તો સગી બહેન કે દીકરીને પણ છોડી શકે નહિ.
ગૃહસ્થપણામાં આરંભ-પરિગ્રહ, હિંસા, જૂઠ વગેરે વિના ચાલે જ નહિ. એના ત્યાગ વિના પંચ પરમેષ્ઠીમાંથી એક પણ પદ મળે નહિ. - હિંસા-જૂઠ આદિથી ભરેલો સંસાર, મહાપુણ્યોદય હોય તો જ છોડવાનું મન થાય.
વિષમિશ્રિત અન્નની જેમ અનુકૂળતાઓ પરિણામે ભયંકર વિપાક આપનારી છે. માટે જ તે ત્યાજ્ય છે.
સંયમ અને સમાધિનું સુખ જે સાધુ અનુભવે છે તેના માટેની આ વાત છે. બાકી અહીં આવીને જે સાધુપણું પાળતા નથી તેઓ તો ઉભયભ્રષ્ટ છે.
૧૬૦
+ =
* * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧