Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ્ઞાન પ્રમાણે સમતા આવે, મૂડી પ્રમાણે વ્યાજ આવે.
છે “શ્વાસમાંહે સો વાર સંભારું એમ આપણા પૂર્વજો કહી ગયા ને આપણામાંથી કેટલાક માત્ર શ્વાસ જોવામાં પડી ગયા. શ્વાસ મુખ્ય બની ગયો ને પરમાત્મા ઊડી ગયા. ઘડીયાળને માત્ર જોવાનું નથી. એના દ્વારા માત્ર સમયજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કેટલાક સમયજ્ઞાન છોડીને માત્ર ઘડીયાળ જોવામાં પડી ગયા !!
એકાગ્રતા વિના ધ્યાન ન થાય. નિર્મળતા વિના એકાગ્રતા ન આવે. ભગવાનની ભક્તિ વિના નિર્મળતા ન આવે. જ્યાં ભગવાન નથી ત્યાં કશુ નથી, એ ધ્યાન નથી, બે ધ્યાન છે.
મોક્ષ-સુખ ભલે પરોક્ષ છે, સમતાનું સુખ અહીં જ છે; પ્રત્યક્ષ છે.
પુસ્તકો પણ આપણને તે જ ગમશે, જેવા આપણા પૂર્વજન્મના સંસ્કારો હશે. અત્યારે સંસ્કારોના જે પુટ આપીશું તે આગામી જન્મમાં સાથે આવશે.
- દક્ષિણમાં જઈને દુનિયાની દૃષ્ટિએ ભલે અમે શાસન-પ્રભાવક બન્યા, પણ એ બધું ફાસ-ફસ છે. મહાત્માઓ તૈયાર થાય એ ખરી શાસન-પ્રભાવના છે. મહાત્માઓને તૈયાર કરવાના લક્ષ્યથી જ વાંકીમાં ચાતુર્માસ રોકાણ કર્યું છે.
- પૂ. પં. ભદ્રંકરવિ. પાસે ત્રણ વર્ષ રહીને પ્રત્યક્ષ જોવા મળ્યું ઃ સંઘ સાથે, જીવો સાથે, મુનિઓ સાથે કેવો સમતાભર્યો વ્યવહાર કરવો. એમનું જીવન મૂર્તિમંત સમતા હતું.
- હું ભગવાન ભરોસે છું. કાંઈ નક્કી નથી હોતું : શું બોલવું ? “દાદા ! તું બોલાવે તેમ બોલીશ. સભાને યોગ્ય હોય તે બોલાવજે. તેવા શબ્દો મારા મોંમાં મૂકજે, એમ માત્ર પ્રાર્થના કરું છું.
• સામ સામાયિક મધુરતા લાવે. તે મન-વચનકાયામાં ઝલકતી દેખાય. દેખાવની મધુરતા નહિ, પણ જીવનનું અંગ હોય. આ મધુરતાથી દેવ-ગુરુ-આગમ વગેરે પ્રત્યે ભક્તિભાવ પ્રગટે, ચતુર્વિધ સંઘ પ્રત્યે બહુમાનભાવ પ્રગટે.
૧૯૪
*
*
*
*
*
*
*
*
*
* * કહે.