Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
वांकी दीक्षा प्रसंग
વિ.સં. ૨૦૨૨, વાવડી (૩), રિ. ૨૨-૦૨-૨૨૬૭
શ્રાવણ વદ ૧૨-૧૩
૦૭-૦૯-૧૯૯૯, મંગળવાર
ગુનો ન કરે તેને સજા નથી મળતી. રાગ-દ્વેષ ન કરે તેને કર્મ બંધાતા નથી. રાગ-દ્વેષ કરવા એ જ ગુનો. ગુનો કરનારને સજા મળે જ. સિદ્ધોને નથી મળતી. કારણ કે તેઓ કોઈ ગુનો કરતા નથી.
હતા.
મલ્લિનાથ ભગવાનને સ્રી બનવું પડ્યું. અચ્છેરું થયું, પણ કર્મસત્તાએ કાયદો ન બદલાવ્યો.
આ કર્મસત્તાથી છોડાવનાર ધર્મસત્તા છે.
મરુદેવી માતાને કર્મસત્તાથી છોડાવનાર ભગવાનના દર્શન
જ્યારથી સંસાર છે ત્યારથી તીર્થંકર ભગવાન છે જ. તીર્થંકર ઘણીવા૨ મળ્યા હશે, પણ યોગાવંચકપણું નથી મળ્યું. તીર્થંકર કે ગુરુ મને તારનારા છે એવું ન જણાય ત્યાં સુધી યોગાવંચકપણું મળતું નથી.
ગોશાળો અને ગૌતમ બંનેને મહાવીર મળેલા. એકને ફળ્યા બીજાને ફુટ્યા. એકને યોગાવંચકપણું મળ્યું બીજાને ન મળ્યું.
કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૫૧