Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હાથી આમ રીસાળ, અભિમાની, ખાવાની બાબતમાં અસહિષ્ણુ હોય છે, છતાં અઢી અઢી દિવસથી ભૂખ-તરસ સહીને પગ ઉંચે રાખ્યો; નિઃસ્વાર્થભાવે માત્ર એક સસલાને બચાવવા. એ કાંઈ નાની સૂની વાત નહોતી.
આથી જ ખુશ થયેલી કર્મસત્તાએ સસલાને બચાવનાર હાથીને મેઘકુમાર બનાવ્યો.
ભાવિ તીર્થંકર શ્રેણિક જેવા પિતા મળ્યા. ભાવ તીર્થકર મહાવીરદેવ જેવા ગુરુ મળ્યા.
ભગવાનનું શરણું સ્વીકારી લો એટલે તમારે કશું કરવાનું નહિ. તમે ભક્તિ કરતાં-કરતાં જ ભગવાન બની જશો.
ડ્રાઈવર પોતાની સાથે જ, પોતાની ગાડીમાં બેસનારને પણ ગંતવ્ય સ્થાને પહોંચાડી દે છે. ડ્રાઈવર પોતે પહેલા પહોંચી જાય ને બીજા પછી પહોંચે એવું કદી બનતું નથી.
ભગવાન પણ આવા જ છે. ભગવાન સ્વ-પર ધર્મનું પ્રવર્તન પાલન, વશીકરણ કરે છે. એ જ ધર્મસારથિ બની શકે, સારથિએ ઘોડાઓનું તથા ગાડીનું પ્રવર્તન, પાલન અને વશીકરણ કરવાનું હોય છે તેમ.
કોઈ પણ વ્યક્તિ કે ગુરુ તરફથી ધર્મ મળે, પણ એનું મૂળ સ્થાન તો ભગવાનમાં જ મળશે. ભગવાને ધર્મનું એવું વશીકરણ કરેલું છે કે એ ભગવાનને છોડીને બીજે કયાંય જાય નહિ. જેમ સારથિ પાસે ઘોડાનું વશીકરણ હોય છે.
ભગવાન મોક્ષમાં જાય પછી પણ એમના ગુણો અને શક્તિઓ આ વિશ્વમાં હોય જ છે.
ભગવાનના ગુણોનું, નામનું, મૂર્તિનું સ્મરણ, શ્રવણ, દર્શન અહીં બેઠા પણ આપણી કરી શકીએ છીએ.
જૈનદર્શન મૂળથી કોઈ પદાર્થનો અભાવ (અત્યંતાભાવ) નથી માનતું. આપણા માટે સંપૂર્ણપણે કોઈ ગેરહાજર નથી. એની સાથેના સંયોગનો અભાવ થાય છે.
આપણે છદ્મસ્થ છીએ. કદાચ ભગવાનને નથી જોઈ શકતા, પણ ભગવાન તો આપણા બધાને જુએ જ છે ને ?
એક નર્તકી પર હજારોની નજર સમાય તો એક પરમાણુ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* *
* * * * *
* * ૨૫૩