Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ક્રિયામાં જીવંતતા આવે.
કાયોત્સર્ગ વધે તેમ સમાધિ વધે. માટે જ લોગસ્સને સમાધિસૂત્ર, પરમ જયોતિ સૂત્ર કહેલું છે. સાહિત્ય વિકાસ મંડળ તરફથી લોગસ્સ સ્વાધ્યાય પુસ્તક બહાર પડેલું છે, તે વાંચવા જેવું છે.
ચિત્ત વિક્ષિપ્ત હોય ત્યારે નવકાર.
ચિત્ત સ્વસ્થ હોય ત્યારે લોગસ્સ ગણો. જેથી લોગસ્સનો અનાદર ન થાય.
જૈનોમાં ધ્યાન નથી, એમ કોઈ કહેતા નહિ. અહીં તો નાનું બાળક પણ ધ્યાન કરે છે. નવકાર કે લોગસ્સનો કાઉસ્સગ કરે તે ધ્યાન નથી તો બીજું શું છે ?
ધીરે-ધીરે પ્રયત્ન કરતાં એક લોગસ્સના કાઉસ્સગ્નમાં પણ અપૂર્વ આનંદ આવવા લાગશે.
૦ આત્મા તો આનંદનો ખજાનો છે. ત્યાંથી આનંદ નહિ મળે તો બીજે ક્યાંથી મળશે ? આત્મામાંથી, પોતાની જાતમાંથી જે આનંદ મેળવી શકતો નથી તે દુનિયાના કોઈ ખૂણામાંથી આનંદ મેળવી શકશે નહિ.
જ સ્વરમાં પણ ધ્યાન, કાઉસ્સગ, સ્વાધ્યાય, ચૈત્યવંદન વગેરે ચાલતું હોય, મન આનંદમાં રહેતું હોય તો સમજવું : સાધના લાગુ પડી ગઈ છે.
૦ ચૈત્યવંદન શું ચીજ છે ? એ બરાબર જાણવું હોય તો એકવાર લલિતવિસ્તરા જરૂર વાંચો. પરમ સમાધિના બીજો કેવી રીતે અહીં રહેલા છે, તે જાણવા મળશે.
નમુત્થણંની આઠ સંપદાથી ભગવાનની મહત્તા - મહાકરૂણાશીલતા વગેરે જાણવા મળશે. સિદ્ધર્ષિ આનાથી જ પ્રતિબોધ પામેલા.
ભગવાનની આ મૂડીના આપણે વારસદાર નહિ બનીએ તો કોણ બનશે ? બાપની મૂડીનો વારસદાર પુત્ર જ બને ને ?
ભગવાન આપણા પરમ પિતા છે, આપણે સુપુત્ર બન્યા છીએ કે નહિ તે તપાસવાનું છે.
૨૧૪
*
*
*
*
* *
* * *
* * કહે