Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
वढवाण (गुजरात) में पूज्यश्री का प्रवेश, वि.सं. २०४७
શ્રાવણ વદ ૩ ૨૯-૦૮-૧૯૯૯, રવિવાર
ધર્મ મંગળ જ કરે. અધર્મ, અમંગળ, અહિત જ કરે. મંગળનું બીજું નામ સુખ છે. ઘરથી નીકળતાં મંગળ કરીએ છીએ, પણ એ દ્રવ્ય મંગળ છે. ધર્મ દુનિયાના બધા જ મંગળોમાં ઉત્કૃષ્ટ છે : “થપ્પો કંપનમુક્િા ધર્મનું મૂળ વિનય છે. માટે જ નવકાર (નમો) મહામંગળ કહેવાય છે. મંત્રાdi च सव्वेसिं पढमं हवइ मंगलं ।
ધર્મને યોગ્યતા દેખાય તો જ આપણામાં તે આવે. અધર્મ યોગ્યતા – અયોગ્યતા કાંઈ જ જોતો નથી. તરત જ ધસી આવે છે. જ્યારે ધર્મ યોગ્યતા વિના આવતો નથી જ.
યોગ્યતા માટે દરકાર કરવી પડે છે. અયોગ્યતા માટે કાંઈ જ જરૂરી નથી.
સહેજ યોગ્યતા ન દેખાય તો ધર્મ બારીમાંથી જોઈને જ ભાગી જાય, અંદર આવે જ નહિ. માટે જ ધર્માચાર્યો યોગ્યતા સૌ પ્રથમ જુએ છે. માટે જ અયોગ્યને ધર્મ સૂત્રો આપવાની શાસ્ત્રકારો ના પાડે છે.
કહે
જ
મ
મ
ઝ
=
ગા
*
*
*
*
ઝ
=
૨૧૫