Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હું કહેતો : આપ ભલા તો જગ ભલા ! હું સારો બનીશ તો બધું સારું બનશે.
ભગવાનના ભક્તનું કદી અકલ્યાણ થતું નથી. વિઘ્ન આવતા નથી.
કામી ભગવાનનો ભક્ત બની શકે પણ ભક્ત કામી ન બને. દા.ત. તુલસીદાસ ! રત્નાવલીમાં આસક્ત હતા. પછી
ભક્ત બન્યા.
જહાં રામ વહાં નહિ કામ, જહાં કામ વહાં નહિ રામ; તુલસી દોનોં ના રહે, રવિ-રજની ઇક ઠામ • તુલસીદાસ ગોચરીની આલોચનામાં જીવમૈત્રી, જિનભક્તિ, ગુરુભક્તિ ત્રણેય છે. ઈરિયાવહિયંથી જીવમૈત્રી, લોગસ્સ (ચતુર્વિશતિ-સ્તવ)થી જિનભક્તિ, ગુરુ સમક્ષ કરવાથી ગુરુભક્તિ.
"
સૌથી મોટો દોષ આપણો મનમોજી સ્વભાવ છે. મરજીમાં આવે તેમ હું કરું ! આને આપણે વળી ઉત્તમ ગુણ ગણીએ છીએ, સ્વતંત્રતા ગણીએ છીએ, પણ જ્ઞાની કહે છે : આ જ મોટી પરતંત્રતા છે.
ન સ્ત્રીસ્વાતન્ત્યમર્હુતિ । સ્ત્રી જેમ કોઈ અવસ્થામાં સ્વાધીન સ્વતંત્ર ન હોય. નાની વયમાં મા-બાપ, યૌવનમાં પતિ, ઘડપણમાં પુત્રના આધારે જીવે. (આવી સતીઓને ભગવાને પણ બિરદાવી છે) તેમ શિષ્ય પણ કદી સ્વતંત્ર ન રહે.
અત્યારે આ મર્યાદા લુપ્ત થતી જાય છે. સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. એક તો વાંદરો ને ઉપરથી દારૂ પીવડાવવામાં આવે છે. આવા ભયંકર વાતાવરણમાં પૂર્વના પ્રબળ સંસ્કારો વિના દીક્ષા લઈ શકાય નહિ, એમ હું સ્વાનુભવના બળે કહી શકું તેમ છું.
શિષ્ય માટે ભગવદ્-ભક્તિની જેમ ગુરુભક્તિ પણ જરૂરી છે. પંચસૂત્રમાં લખ્યું : ગુરુ - વદુમાળો મોવો । ગુરુના બહુમાનથી તીર્થંકર મળે, ગુરુના બહુમાનથી એવું પુણ્ય બંધાય, જેથી આ જીવનમાં પણ તીર્થંકર મળે. કઈ રીતે ? સમાપત્તિ
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૨૪૮ *