Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
15. જલન
प्रवचन देते हुए पूज्यश्री માતર 49 ર૦૧૭ ની ()
શ્રાવણ વદ ૧૧ ૦૬-૦૯-૧૯૯૯, સોમવાર
જ્ઞાનથી શ્રદ્ધા વધે. જ્ઞાન અને શ્રદ્ધાથી ચારિત્ર વધે. જ્ઞાનહીન શ્રદ્ધા ઉધાર હોય છે. જ્ઞાનથી પ્રાપ્ત શ્રદ્ધા સ્વયંની હોય છે. પહેલા માત્ર વડીલો પર વિશ્વાસ હતો. પછીથી જાતે સમજેલું હોય છે. પહેલી શ્રદ્ધા ચલિત થઈ શકે, બીજી નહિ.
જ્ઞાન + શ્રદ્ધા બંને સાથે મળીને ચારિત્ર લાવે જ.
આ ત્રણેય મળીને મોક્ષ લાવે જ. માટે જ “સખ્યતન – જ્ઞાનવારિત્રાોિક્ષમા' અહીં “માર્ગમાં એક વચન, ત્રણેય છૂટા-છુટા નહિ, પણ સાથે મળે તો જ મોક્ષ થાય એમ જણાવે છે.
આખો નવકાર “નમો અરિહંતાણં'માં સમાઈ જાય છે. કેમકે અરિહંત પંચ પરમેષ્ઠિમય છે. દીક્ષા લીધી ત્યારે મુનિ, ગણધરોના ગુરુ બન્યા ત્યારે આચાર્ય, પાઠ આપ્યો ત્યારે પાઠક - ઉપાધ્યાય, અરિહંત તો સ્વયં છે જ. સિદ્ધ પણ થવાના જ. 'लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥'
- સિદ્ધસેન દિવાકરસૂરિ, શક્રસવ
૨૪૬
*
* *
*
* *
*
*
* * * * કહે