Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દીક્ષા ધ્યેયની સમાપ્તિ નથી. સાધનાની પૂર્ણાહુતિ નથી, ખરેખર તો સાધનાનો પ્રારંભ છે.
મિથ્યાત્વ ગુણસ્થાનક પણ સાચા અર્થમાં અપુનબંધક (મૈત્રીદષ્ટિ)માં ઘટે. ગુણનું સ્થાન તે ગુણસ્થાનક. બાકી ઓઘથી મિથ્યાત્વ ગુણસ્થાનક તો એકેન્દ્રિયને છે તેમ આપણને પણ હોય તો ફરક શો પડ્યો ?
બહારથી આપણી ભલે પુષ્કળ પ્રશંસા થતી હોય, પણ એ કાંઈ આપણી સાધનાનું સર્ટિફિકેટ નથી. લોકોના કહેવાથી આપણે શ્રેષ્ઠ બની શકતા નથી.
અત્યારે આપણે જાણીએ છીએ ખરા, પણ બીજાને જણાવવા માટે. જ્યાં સુધી એ જ્ઞાન આપણી સાધનામાં ન લગાડીએ ત્યાં સુધી આત્મકલ્યાણ નહિ થાય.
પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ - આ ચાર યોગોમાં સ્થિર, મજબૂત રહીએ તો ક્યાંય ભૂલા ન પડીએ.
જિનેશ્વર વિહિત એવું કોઈ અનુષ્ઠા નથી, જેમાં આત્મશુદ્ધિ ન હોય. નુકશાનીનો અંશ નહિ ને નફાનો પાર નહિ .
• નગર-પ્રવેશ વખતે પગ પૂંજવા ખરા, પણ લોકો કંઈક આડી-અવળી શંકા કરે તેમ હોય તો ન પણ પૂંજવા.
પેશાબનો વેગ કદી રોકવો નહિ. રોકવાથી આંખને નુકશાન થાય.
• અત્યારે આપણા માટે શાસ્ત્ર એ જ તીર્થકર છે. શાસ્ત્રનું બહુમાન તે ભગવાનનું બહુમાન છે.
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः ॥ શાસ્ત્ર આગળ ધર્યા, તેણે ભગવાનને આગળ ધર્યા. ભગવાનને આગળ ધર્યા, તેને સર્વસિદ્ધિ મળે જ.
• અર્થ પુરુષાર્થ દાન ધર્મ સાથે કામ પુરુષાર્થ શીલધર્મ સાથે
ધર્મ પુરુષાર્થ તપ ધર્મ સાથે મોક્ષ પુરુષાર્થ ભાવધર્મ સાથે સંબંધિત છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
#
#
#
#
#
#
#
# #
૨૩૯