Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મિથ્યાત્વ - અવિરતિ – પ્રમાદ - કષાય - યોગ સંસાર માર્ગ છે.
સમ્યક્ત - વિરતિ - અપ્રમાદ - અકષાય - શુભયોગ મોક્ષમાર્ગ છે. આપણે કયા માર્ગે ચાલવું છે ? રસ્તાઓ ઘણા દેખાવાના. તે વખતે માથું ઠેકાણે રાખીને એક જિનોપદિષ્ટ નિશ્ચિત માર્ગ પર ચાલવાનો નિર્ણય રાખવો પડશે.
* આપણા શરીરને આપણે કેટલું સાચવીએ છીએ ? જરાય તકલીફ ન થાય તેની પૂરી તકેદારી રાખીએ છીએ. એવું જ વર્તન જગતના તમામ જીવો સાથે, છકાયના જીવો સાથે થાય તો જ પડિલેહણ આદિ ક્રિયાઓ જયણાપૂર્વક થઈ શકે.
ન્યાય, યોગ અને ૧૪ વિદ્યાના પારગામી બ્રાહ્મણ કુળમાંથી આવેલા હોવા છતાં હરિભદ્રસૂરિજી જિનાજ્ઞા, આજ્ઞાવિહિત અનુષ્ઠાનો પ્રત્યે એવા સમર્પિત છે કે એકેક અનુષ્ઠાનો નું પૂર્ણ બહુમાનપૂર્વક વર્ણન કર્યું છે. ચાહે પડિલેહણનું હોય કે બીજું કોઈ અનુષ્ઠાન હોય. આજે મોટા સાધકો પણ કહે : પ્રભુ પણ ક્યાં સુધી ? ક્યારેક તો છોડવા પડશે ને ? આખરે તો આત્મામાં જ ઠરવાનું છે ને ? પણ હું કહું છું : ભગવાન ક્યારેય છોડવાના નથી. ભગવાન છોડવા પડે એવી સ્થિતિ અહીં નથી આવવાની. સમગ્ર ભારતમાં આ પ્રચાર છે. દિગમ્બરોમાં તો ખાસ, પણ શ્વેતામ્બરોએ ભક્તિમાર્ગ બરાબર પકડી રાખ્યો છે.
૧૪મું ગુણસ્થાનક પણ પ્રભુની સેવા છે.
નિમિત્તકારણનું આલંબન લેવામાં જ ન આવે તો શુદ્ધાત્મપ્રાપ્તિરૂપ કાર્ય ક્યાંથી મળે ? દેવચન્દ્રજી કૃત ચન્દ્રપ્રભસ્વામીનું સ્તવન જુઓ.
જહાજ વિના સમુદ્ર ન કરાય તેમ ભગવાન વિના સંસાર ન તરાય. ધર્મ સ્થાપીને ભગવાન તારે, તેમ હાથ પકડીને પણ તારે. ભગવાન માર્ગદર્શક છે, તેમ સ્વયં માર્ગરૂપ (મગો) પણ છે, ભોમિયારૂપ પણ છે.
જ્ઞાન - દર્શન - ચારિત્ર મોક્ષમાર્ગ છે, એ ખરું, પણ ૨૦૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧