Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
वढवाण (गुजरात) में पूज्यश्री का
શ્રાવણ સુદ ૧૩ ૨૪-૦૮-૧૯૯૯, મંગળવાર
ડૂબતાને જહાજ, અંધારામાં અથડાતાને દીપક, મારવાડમાં બપોરે વૃક્ષ, હિમાલયની ઠંડીમાં અગ્નિ મળે તેમ અસાર સંસારમાં આપણને તીર્થ મળ્યું છે.
સમ્યમ્ દર્શન રાજમાર્ગ છે. માગનુસારિતા ત્યાં પહોંચાડનારી પગદંડી છે. માર્ગ સાવ જ ભૂલી જઈએ, ત્યારે આપ મેળે આપણને સાચો રસ્તો નથી મળતો, કોઈ ભોમિયાની જરૂર પડે છે. જેને ચાલવાની આદત છે, જે રસ્તો ભૂલ્યા છે, તેમને આ વાત સમજાશે. ભગવાન પણ સંસારના જંગલમાં ભૂલેલા આપણા માટે ભોમિયા છે. અનેક મતભેદો છે; આ સંસારમાં. એમાં આપણને ફાવતો મત આપણે પકડી લઈએ છીએ. ભગવાને કહ્યો તે નહિ, આપણને ફાવે તે માર્ગ સાચો માની લઈએ છીએ. આવી મનઃસ્થિતિને બદલાવનાર ભગવાન છે.
છે. જ્યારે પણ મોક્ષ મળશે ત્યારે કર્મબંધનના હેતુઓથી નહિ, કર્મનિર્જરાના હેતુઓથી મળશે.
કહે
#
#
#
#
#
=
=
=
=
=
= =
= ૧૧૯