Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મંત્ર અને મૂર્તિરૂપે સાક્ષાત ભગવાન સામે હોય. પછી માળા ગણતાં ઉંઘ આવે ? આમંત્રણ આપીને ભગવાનને તમે બોલાવ્યા છે. પછી ઉંધો તો ભગવાનનું અપમાન ન કહેવાય ?
હું વાચના આપું ને તમે ઉઘો તો કહેવાય ? પ્રભુ-નામ કે પ્રભુ-આગમ પર પ્રેમ હોય તો ઉંઘ આવે ?
પાણી મંગાવતાં શિષ્ય પાણી જ લાવે છે, ઘાસલેટ નહિ. આ નામનો પ્રભાવ છે. તો પ્રભુ બોલતાં પ્રભુ જ આવે. બીજું કોણ આવે ? પોતાના નામ સાથે પ્રભુ જોડાયેલા છે.
નામની જેમ આકાર (મૂર્તિ) પણ પ્રભુ સાથે જોડાયેલો છે.
ચાર પ્રકારના ભગવાન છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥
- ચૈત્યવંદન ભાષ્ય. ગા. ૨૧ આ ચારેય રૂપે ભગવાન સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળમાં વ્યાપક છે. અહીં પણ છે. ત્યાં પણ છે. અત્ર-તત્ર-સર્વત્ર છે. માત્ર જોવાની આંખ જોઈએ, શ્રદ્ધાની આંખ જોઈએ.
શ્રદ્ધાની આંખ વિના મૂર્તિમાં તો શું, સાક્ષાત્ ભાવ ભગવાનમાં પણ ભગવાન નહિ દેખાય.
મદ્રાસ ગયા ત્યારે (વિ.સં. ૨૦૪૯) પાણી માટેની લાઈનો જોઈ. પાણીની ખૂબ જ તંગી. શાહુકાર પેટમાં ૧૭ લાખનો રોજનો પાણીનો વ્યાપાર ! પાણીનું મૂલ્ય ત્યારે સમજાય.
પાણી ત્રણ કામ કરે : (૧) દાહ શમાવે, (૨) મલિનતા દૂર કરે, (૩) તરસ છીપાવે. તેમ ભગવાનનું નામ પણ ત્રણ કામ કરે.
(૧) કષાયનો દાહ, (૨) કર્મની મલિનતા અને (૩) તૃષ્ણાની તરસ મિટાવે.
પાણીનું એક નામ છે : “ગીવન' પાણી વિના આપણને ચાલે ? પાણી વિના ન ચાલે તો ભગવાન વિના શી રીતે ચાલે ?
*
*
*
*
*
*
*
#
#
#
#
૧
૫