Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
'अजकुलगत केसरी लहे रे, निज पद सिंह निहाल; तिम प्रभु - भक्ते भवी रहे रे, आतम शक्ति संभाल.'
- પૂ. દેવચંદ્રજી છે. ભગવાનની હાજરીમાં કર્મો (મોહરાજા) ટકી શકતા નથી. સૂર્યની હાજરીમાં જેમ અંધારું ટકી શકતું નથી. પ્રભુના સાન્નિધ્યમાં વધુ ને વધુ રહો, તમારી બધી જ સમસ્યા હલ થઈ જશે. પ્રભુથી જેટલા દૂર, સંકટો તેટલા નજીક..! પ્રભુથી જેટલા નજીક, સંકટો તેટલા દૂર - તમે હૃદયમાં વજના અક્ષરે આટલું લખી રાખો.
પંચવસ્તક :
સાધુ પ્રભુ - આજ્ઞાપૂર્વક જીવનારો સાધક છે, ખસઠ નથી. (ખ-ખાવું, સ-સૂવું, ઠ-ઠલ્લે જવું) ખસઠો માટે પૂ. જીતવિ. કહેતા : ભરૂચના પાડા બનવું પડશે. ભરૂચ જોયું છે ને ? ઊંચું નીચું ! તે જમાનામાં નળ નહોતા. પખાલીઓ પાડા દ્વારા પાણી લાવતા. આવી હિતશિક્ષાઓ આપી–આપીને પૂ. જીતવિ.એ વાગડ સમુદાયના બાગમાં પૂ. કનક-દેવેન્દ્ર સૂરિ જેવા ફૂલો સજર્યા હતા.
- સાધુ દિવસમાં કેટલીવાર ઈરિયાવહિયં કરે ? ૧૦-૧૫ વાર પણ થઈ જાય. ઈરિયાવહિયં મૈત્રીનું સૂત્ર છે. કોઈપણ અનુષ્ઠાન, જીવો સાથે તૂટેલી મૈત્રીનો તાર પુનઃ અનુસંધાન પામે એ પછી જ સફળ બને, એ જણાવવા ઈરિયાવહિયં કરવામાં આવે છે. નવકાર નમ્રતાનું, કરેમિ ભંતે સમતાનું તેમ ઈરિયા. મૈત્રીનું સૂત્ર છે.
લોઢું ડૂબે, લાકડું તરે. લાકડાનું આલંબન લેનારો પણ તરે. ધર્મી તરે, અધર્મી ડૂબે. ધર્મીનું આલંબન લેનારા પણ તરે.
- જે ધર્મને ભગવાન પણ નમે, તે ધર્મ ભગવાનથી મોટો ગણાય. ભગવાન પણ ધર્મના કારણે મોટા છે. “ધર્મ મોટો કે તીર્થકર મોટા ?' એ પ્રશ્નનો જવાબ આ છે. તીર્થંકર માત્ર અમુક સમય સુધી જ દેશના આપે. બાકીના સમયમાં આધાર કોનો ? ધર્મનો ! ભગવાન કે ગુરુ નિમિત્ત કારણ જ
૧૮૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧