Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સૌરાષ્ટ્રમાં ખેરવા ગામમાં બધા અજૈન ભાવપૂર્વક વહોરાવે. આચાર્યોનું સામેયું પણ કરે. બધા ક્યાં ગયા ?' એમ પૂછતાં એ વડીલે કહ્યું : ધંધાના કારણે બીજા બહાર ગયા છે, પણ હું અહીં જ રહ્યો છું અને અહીં જ રહીશ; સાધુસાધ્વીની ભક્તિ માટે જ. મારા પિતાની એવી ઈચ્છા હતી. આજે અમે આ સ્ટેજ પર છીએ તે આના પ્રભાવે.
આજે જૈન બચ્ચો પણ એવો મળે ખરો જે આ નિમિત્તે ગામ ન છોડે ?
- ભક્તિ : શ્રીમંત કે સુખી હોય તેટલા માત્રથી માણસ આદરણીય નથી બનતો, પણ જો એ પરોપકારી, દાની હોય તો આદરણીય જરૂર બને છે.
ભગવાન માત્ર ગુણ કે જ્ઞાન સમૃદ્ધ નથી, પણ પરોપકારી અને દાની પણ છે. એમના ગુણો વિનિયોગની કક્ષા સુધી પહોંચી ગયેલા છે.
ભગવાને બધાને દાન આપ્યું ત્યારે પેલો બ્રાહ્મણ બહાર ગયેલો. ભગવાને દીક્ષા લીધા પછી નિર્ધન જ ઘેર આવ્યો. પત્નીના કહેવાથી ભગવાન પાસે માંગવા જતાં મુનિ અવસ્થામાં પણ ભગવાને વસ્ત્રનું દાન કરેલું. સહજ પરોપકારની વૃત્તિ વિના આવું ન બની શકે.
પ્રભુ નામમાં પણ ઉપકારની શક્તિ છે. “પ્રભુ નામ કી ઔષધિ, સચ્ચે ભાવ સે ખાય; રોગ-શોક આવે નહિ, દુઃખદોહગ્સ મીટ જાય.” પણ શ્રદ્ધા હોવી જોઈએ.
• આપણો સંસારનો પ્રેમ બદલાઈને જો પ્રભુ પર વહેવા લાગે તો સાધનાનો માર્ગ ખુલ્લો થઈ ગયો સમજજો .
પ્રગટ્યો પૂરણ રાગ, મેરે પ્રભુ શું પ્રગટ્યો...
પ્રભુ ! મારા હૃદયમાં આપના પ્રત્યે જે પ્રેમનો પૂર પ્રગટ્યો છે. તેને કોની સાથે સરખાવું ? સમુદ્ર સાથે ? નદી સાથે ?
ચન્દ્ર ભલે આકાશમાં છે. કિરણો (ચાંદની) ધરતી પર છે અને સમુદ્રને ઉલ્લસિત કરે છે.
ભગવાન ભલે મોક્ષમાં છે. પણ ગુણ-ચાંદની સમગ્ર
૧૦૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧