Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
‘નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વેષે પ્રવર્તે રે; ગૃહિ-યતિલિંગથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્તે રે... યશોવિ. ૧૨૫ ગાથાનું સ્તવન
અહીં જો સાધુપણું સા૨ી ૨ીતે નહિ પાળીએ તો ફરી આ મળવું લગભગ અસંભવ છે. ૧૪ પૂર્વીઓ પણ અનંતની સંખ્યામાં નિગોદમાં પડ્યા છે, એ યાદ રાખવા જેવું છે.
નાનકડો ગુરુનો ઠપકો સહન નહિ થતાં પરિણામ કેવું આવે ? તે ભુવનભાનુ કેવળી ચિરત્રમાં બતાવ્યું છે.
એક ૧૪પૂર્વી ઊંઘમાં પડ્યા. ઊંઘ મીઠી લાગે. સ્વાધ્યાય ન ગમે. ગુરુએ ઠપકો આપ્યો તો સહન ન થયું, સ્વીકાર્યું નહિ. મરીને નિગોદમાં !
મોટા શહેરોમાં વ્યાખ્યાનમાં માત્ર વૃદ્ધો જ આવે. એ પણ પર્યુષણ સુધી જ. આવક માટે જ સાધુને બોલાવ્યા હોય તેમ લાગે. સોલાપુર જેવામાં પણ પર્યુષણ પછી વ્યાખ્યાન બંધ રાખીએ તેવી હાલત થઈ ગયેલી.
ગુરુ તમને ક્યારે કહે ? ઠપકો સાંભળતાં તમે રાજી થાવ તો. થોડી પણ નારાજગી ચહેરા પર દેખાય તો ગુરુ કહેવાનું ઓછું કરે, યાવત્ બંધ પણ કરી દે.
ગુરુના ઠપકાના પ્રત્યેક વચનને જે ચંદન જેવું શીતલ માને તે જ ધન્યભાગી શિષ્ય ૫૨ ગુરુની કૃપા વરસે. धन्यस्योपरि निपतत्यहितसमाचरणघर्मनिर्वापी । गुरुवदन- मलय - निःसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥
પ્રશમરતિ
આ
પ્રમાદ મીઠો લાગે છે, બહુ જ મીઠો ! જે મીઠો લાગે તેને દૂર કરવો મુશ્કેલ હોય છે. સુગરકોટેડ ઝેર છે પ્રમાદ ! મિત્રનું મહોરું પહેરીને આવનારો શત્રુ છે આ પ્રમાદ ! એને ઓળખવામાં ૧૪પૂર્વી પણ થાપ ખાઇ ગયા છે. प्रमाद एव मनुष्याणां शरीरस्थो महारिपुः ।
શત્રુ હોવા છતાં પ્રમાદ એટલો મીઠો લાગે કે ગુરુ પણ એની પાસે કડવા લાગે. ગુરુના વચન કડવા લાગે, એટલે સમજી લેવાનું : હવે અહિત ખૂબ જ નજીક છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
૧૬૧