Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
અષાઢ વદ ૧ ર ૦૮-૦૮-૧૯૯૯, રવિવાર
૦ સાધુ ધર્મની પરિભાવના કરે તે શ્રાવક ! એના યોગે જ એનું શ્રાવકપણું ટકે. એ દ્વારા જ એનામાં દીક્ષા યોગ્ય ૧૬ ગુણો પ્રગટે.
• પુરુષાર્થ જીવનો... અનુગ્રહ ભગવાનનો... ! ખૂટતા ગુણો ભગવાનના અનુગ્રહથી મળે.
ચેત્યવંદનાદિ વિધિ, જે દીક્ષા વખતે કરાય છે, તેનામાં એવી શક્તિ છે કે જેથી વિરતિના પરિણામ જાગે અને ટકે. જે ચૈત્યવંદનમાં ત્યારે આવી શક્તિ હોય તે ચૈત્યવંદનમાં અત્યારે કાંઈ જ શક્તિ ન હોય એવું બને જ શી રીતે ?
ચૈત્યવંદન એના એ જ છે !
દીક્ષા લઈને એવા જ પરિણામ હંમેશ માટે રહેતા હોય તો કોઈ શાસ્ત્રાદિ રચનાની કે ઉપદેશની જરૂર જ ન પડત, પણ પરિણામોમાં વધ-ઘટ થઈ શકે છે. માટે જ આ બધો પ્રયત્ન છે.
માટે જ સિંહ + શિયાળની ચતુર્ભગી બતાવી છે. પરિણતિ જીવોની આવી હોવાથી જ આ બધું બતાવ્યું છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* * *
* *
* * * * * * ૧૩૩