Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉત્તર : ભાઈ ! ઝવેરીની દુકાન ઓછી જ હોય. શાકભાજીની જ ઘણી હોય. છતાં એમાંય ઓછા સાધુઓમાં ઉચ્ચકોટિનું સાધુપણું પાળનારા બે-ત્રણ જ હોય. આ કાળ જ એવો છે. મહાવિદેહ ક્ષેત્રોમાં ક્રોડો છે.
હું સંખ્યા – વૃદ્ધિના મતનો નથી. ન સચવાય તો રાખવા ક્યાં ? ઢોરો માટે તો પાંજરાપોળો છે, પણ અહીં પાંજરાપોળો નથી.
પૂ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ કહેલું : કોઈ બાબત માટે ચિન્તા નહિ કરવી. કેવળીએ જોયું છે તે જ થઈ રહ્યું છે. આપણે કેવળીથી પણ મોટા છીએ ? એમનાથી અન્યથા થવું જોઈએ, એવું વિચારનારા આપણે કોણ ?
આજે ઘેર ઘેર 7.0 છે. નાનપણથી જ 7. નારી આજની પેઢી, અમારી પંક્તિમાં ક્યાં બેસે ?
આવા યુગમાં આટલા દીક્ષિત થાય છે તે પણ સૌભાગ્યની વાત છે. મોટા વેપારીઓ વગેરે સુખેથી ભોજન પણ કરી શકતા નથી, મળેલું સુખ પણ ભોગવી શકતા નથી.
નથી મળ્યું'ની ચિંતામાં જે “છે' તે પણ ચાલ્યું જાય છે, એવી ચિન્તાવાળો દીન હોય, પેટ ભરવા પૂરતું પણ ઘણાને ન હોય, ઘણાને વ્યાજની ચિંતા હોય.
ઉપરથી ઘણા સારા દેખાતા અંદરથી ખોખલા થઈ ગયેલા હોય. અમારી પાસે વેદના ઠાલવે ત્યારે ખ્યાલ આવે.
આને પુણ્યોદય કહીશું તો પાપોદય કોને કહીશું ?
જેના દ્વારા અનાસક્તિ મળે, સંકલેશ ન હોય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દા.ત. શાલિભદ્ર, ધન્નાજી આદિ.
અધ્યાત્મસાર : ભક્તિ ભગવાનની ભક્તિ કદી જ નિષ્ફળ જતી નથી.
ભક્તિ વધે તેમ આત્માના આનંદની, આત્માનુભૂતિની શક્તિ વધે; એમ દેવચન્દ્રજીનો સ્વાનુભવ છે.
બધું સુલભ છે, ભક્તિ દુર્લભ છે. મહાપુણ્યોદયે જ ભગવાન પર પ્રેમ જાગે, પછી ભક્તિ ઉભરાય, ત્યારબાદ તેમની આજ્ઞા પાળવાનું મન થાય.
૧૪૮
* * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧