Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સાધુનું સુખ અનારોપિત હોય.
આવું સુખ કેટલું હોય તે ભગવતીમાં વર્ણવેલું છે. એક વર્ષમાં તો અનુત્તર વિમાનના દેવોના સુખને પણ ચડી જાય, તેવું સુખ સાધુ પાસે હોય છે.
અધ્યાત્મસાર : ભક્તિ પાણી પીઓ તો શીતળતા મળે જ. પાણીના સરોવર પાસે માત્ર બેસો તો પણ શીતળતા મળે. તેમ ભગવાનના સાન્નિધ્ય માત્રથી ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારાદિના તાપ ટળી ગયા.
અહીં તમને તાપનો અનુભવ થાય છે કે શીતળતાનો ? ભગવાન સાથે સામીપ્ય અનુભવવાથી આપણે આત્મિક સુખની શીતળતા અનુભવી શકીએ; આ કાળમાં પણ.
માટે જ યશોવિ. કહે છે : મ િ વતિ થાર્યો ! - ભક્તિની જો ધારણા દઢતાપૂર્વક કરી તો ભવાંતરમાં પણ એ સાથે ચાલે. ધારણાનો કાળ અસંખ્યાત વર્ષ કહ્યો છે. વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષા લઈને આદિનાથનો જીવ અનુત્તરમાં ગયો. પછી તીર્થકર રૂપે અવતર્યો. ત્યાં ભણાયેલા ૧૪ પૂર્વનું જ્ઞાન સાથે ચાલ્યું. આ ધારણા છે. (અષ્ટાંગ યોગમાં ધારણા” છટ્ટો યોગ છે.)
જ્યારે જ્યારે અરતિ થાય ત્યારે આત્મનિરીક્ષણ કરવું. શાના કારણે મને આ થાય છે ? રાગથી દ્વેષથી કે મોહથી ?
જે દોષ દેખાતો હોય, તેના નિવારણનો ઉપાય વિચારવો.
ત્રણેય દોષોની એક જ દવા બતાવું ? પ્રભુની ભક્તિ...! ભક્તિના પ્રભાવે ત્રણે ત્રણ દોષો જાય. ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ ! સંપૂર્ણ સમર્પણ !
વિનય સર્વ ગુણોનો જનક કહેવાયો છે. ભક્તિ પરમ વિનયરૂપ છે.
પ્રભુ પ્રત્યે આપણને વ્યક્તિરાગ નથી, ગુણોનો રાગ છે. ધીરે-ધીરે આપણને પ્રભુના ગુણો પ્રત્યે ગાઢ રાગ થતો જાય છે.
ભક્તિની ધારણા ખૂબ જ દઢ બનાવો.
ક
#
#
#
#
#
#
#
#
#
#
#
# #
૧૫૩