Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંસારીપણાથી જ ઉદ્ધત સ્વભાવનો હતો. દીક્ષા લઈને આખરે અલગ ચોકો જમાવ્યો.
ગુરુએ એને દીક્ષા નહોતી આપી, પણ પોતાની મેળે જ તેણે વેષ પહેરેલો. પછી દાક્ષિણ્યથી ગુરુએ વિધિપૂર્વક દીક્ષા આપવી પડેલી.
દીક્ષાર્થી ઉંમરની અપેક્ષાએ ૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી અંદરનો જોઈએ. ૮ વર્ષનો સાવ બાળક ન કહેવાય.
અવિવેકનો ત્યાગ એ સાચી દીક્ષા છે. બાહ્ય ત્યાગ સાથે અવિવેકનો ત્યાગ કરનાર વિરલ હોય છે. બાહ્ય ત્યાગ તો પશુપક્ષીઓ પણ કરે છે. પણ મૂળ વાત છે વિવેકની. વિરાગ વિવેકથી ટકે છે. કષાય આવે ત્યારે સમજવું અવિવેક પેસી ગયો છે. તજવા લાયક કષાયોને અપનાવ્યા તો વિવેક ક્યાં રહ્યો ?
૦ ‘મિન' – દાર. કયા ક્ષેત્રમાં દીક્ષા આપવી ?
જયાં ભગવાનનું સમવસરણ થયેલું હોય, વિચરણ થયેલું હોય, તે ભૂમિ ઉત્તમ ગણાઈ છે.
જિનભવન, ઇક્ષુવન, (શેરડીનું ખેતર) વડ-પીપળ વગેરે દૂધીયા ઝાડ હોય, જયાં અવાજના પડઘા પડતા હોય, દક્ષિણાવર્ત પાણી ફરતું હોય, તે ભૂમિ દીક્ષા માટે ઉત્તમ છે.
ક્યાં દીક્ષા ન આપવી ? ભાંગેલી-તૂટેલી, બળેલી-જળેલી, સ્મશાન, અમનોજ્ઞ ભૂમિ, ખંડિયેર, ખારી જમીન, અંગારાવાળી, વિષ્ઠા-ઉકરડાવાળી જમીન વગેરે સ્થળે ન આપવી.
દીક્ષા માટે કાળની શુદ્ધિ : ૧૪, ૩૦, ૮, ૯, ૪, ૧૨ વર્જિત તિથિ છે. (અમે રાજનાંદગાંવથી વદ ૪ શનિએ નીકળ્યા. અહીં પ્રવેશ પણ વદ ૪ શનિએ થયો.)
દીક્ષા માટે શ્રેષ્ઠ નક્ષત્ર : ૩ – ઉત્તરા, રોહિણી, અનુરાધા, રેવતી, પુનર્વસુ, – સ્વાતિ - અશ્વિની વગેરે. (વિશેષ ગુરુગમથી જાણવું.) | ‘ઉત્સાહ એ જ મુહૂર્ત' એમ કહીને જ્યોતિષની ઉપેક્ષા ન કરી શકાય. જિનાજ્ઞા – ભંગનો દોષ લાગે.
મહા સુ. ૨ (વિ.સં. ૨૦૫૩) સિરિગુપ્પા – (કર્ણાટક)માં પ્રતિષ્ઠા થઈ ને તે જ વખતે મુસ્લીમોનો હુમલો થયો. દુકાનો
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* ૯૯