Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂ. ગીતવિનયન મસા.
પૂ. જીતવિજયજી મ.ની સ્વ. તિથિ
અષાઢ વદ ૬ ૦૩-૦૮-૧૯૯૯, મંગળવાર
- પરોપકાર અન્તતોગત્વા સ્વોપકાર જ છે, એ વાત સમજાય નહિ ત્યાં સુધી આમણે પરોપકારમાં ઢીલા જ રહેવાના. બીજો મારી વસ્તુ કેમ વાપરે ? આ વૃત્તિ ગઈ નથી તો સમજી લેવું આપણે પરોપકાર રસિક નથી બન્યા. સ્વપરનો ભેદ ભગવાનને ત્યાં છે જ નહિ. “આ મારો આ પારકો' આ વૃત્તિ ક્ષુદ્ર છે. ગૌતમસ્વામી વગેરેએ સુધર્માસ્વામીને સ્વ-શિષ્યો સોંપી દીધા. “સ્વ-પર'નો ભેદ મટી ગયો હશે ત્યારે ને ? ભગવાન તો સર્વ જીવો પ્રતિ આત્મતુલ્ય દષ્ટિવાળા બનેલા હતા.
આપણી જીવનભરની સમતા-સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિ - જીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે ? તિર્યંચમાં ? નરકમાં ? નિગોદમાં ?
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* *
* * *
* *
* ૧૧૧