Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
‘લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દલમાં લાવું રે;
કેહને એ દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિણંદ વિમાશી રે. પ્રભુ ! હું નાનો છું, છતાં તમે મને સમાવી શકતા નથી. તમે મોટા છો, છતાં હું તમને સમાવી શકું છું, બોલો શાબાશી કોને આપવી ? “મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી...' મારું મન અણુ છે, ખૂબ જ નાનું છે, પણ એમાં ભક્તિ ઘણી મોટી છે. મારી આરાધનાની નાવડી (દરી)નો તું નાવિક (માઝી) છે.
“અથવા થિરમાંહી અથિર ન માને...” અથવા સ્થિરમાં અસ્થિર ન આવી શકે, એમ કદાચ આપ કહેતા હો તો તે પ્રભુ ! હું કહું છું : મોટો હાથી નાના દર્પણમાં નથી આવી જતો ? પણ પ્રભુ ! મને શક્તિ આપનાર આપ જ છો. જેના પ્રભાવે બુદ્ધિ મળી તેને શાબાશી અપાય.
ભગવાન ભલે મોટા હોય, ભારે હોય, પણ ભગવાનનું નામ સાવ જ હલકું અને સરળ છે. એ નામનું આલંબન તો આપણે લઈ શકીએ ને ? નવકાર પ્રભુનું નામ છે
ૐ હ્રીં શ્રીં મર્દ નમ: I'
આ સપ્તાક્ષરી મંત્ર પણ “નમો અરિહંતાણં'નું રૂપાંતર છે. એ પણ ન ફાવે તો માત્ર “અરિહંત' કે “ૐ નમઃ” કે “અહિં કે “ૐ”નો જાપ પણ કરી શકાય.
બધા જ મંત્રોમાં પ્રભુ રહેલા છે, એ ભૂલવાનું નથી.
મંત્રથી અવશ્ય આપણું અનુસંધાન પ્રભુ સાથે જોડાય. ફોન કરો ને બીજાની સાથે સંપર્ક થાય, તેમ મંત્ર દ્વારા ભગવાન સાથે સંપર્ક થાય. એવું કોઈ ક્ષેત્ર નથી કે એવો કોઈ કાળ નથી કે જ્યારે પ્રભુ-નામ લઈ ન શકાય. નામાદિ રૂપે જ ભગવાન આખા જગતને પવિત્ર બનાવી રહ્યા છે. ભગવાનનો સંકલ્પ આ રીતે વિશ્વમાં કામ કરી રહ્યો છે.
નામતિ દ્રવ્યમાવૈ ' - સનાત્
પ્રભુને ધારી રાખવા હોય તો એમના નામને પકડો અથવા એમની મૂર્તિને પકડો. એ પ્રભુના જ રૂપો છે.
૧૧૦
=
*
*
*
*
*
*
* *
* ગામ ન કહે