Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નાખે તેમ નિંદા પણ છિદ્રનું કામ કરે છે. સાધનાનું બધું અમૃત, તે છિદ્ર દ્વારા નીકળી જાય છે.
- કૃષ્ણને સડેલી કૂતરીમાં પણ ઉજ્જવલ વસ્તુ દેખાય. આપણને તો ઉજ્જવલમાં પણ કાલીમાના દર્શન થાય છે. દુર્યોધન મરી ગયો પણ એની આંખ આપણામાં જડાયેલી હજુ જીવે છે.
બીજાની નિંદા કરવી એટલે સ્વમાં ગુણના આગમનને રોકવું. નિંદા કરવાનું મન થાય ત્યારે “સ્વ”માં દૃષ્ટિ કરવી. હું કેવો છું ?
પૂ. હેમચન્દ્રાચાર્ય જેવા પણ જ્યારે “વનતામૃત' કહેતા હોય, સ્વ-દુષ્કતોનો ખુલ્લો એકરાર કરતા હોય તો આપણે વળી કઈ વાડીના મૂળા ?
સ્વ-દુષ્કૃતગહની તીવ્રતા કેવળજ્ઞાન પણ અપાવી શકે. સ્વમાં દુષ્કૃત દેખાય પછી જ બીજામાં સુકૃતો દેખાય ને ત્યાર પછી જ ઉત્કૃષ્ટ સુકૃતના સ્વામીના શરણે જવાનું મન થાય.
નમો' એ દુષ્કૃતગહ, “અરિહં' એ સુકૃત અનુમોદના, તાણં' એ શરણાગતિ.... ‘નમો’: જે દુષ્કૃત ગહ કરે, જે સ્વને વામન ગણે તે જ ઝૂકી શકે. “અરિહં' : જે દુષ્કૃત ગહ કરે તેને જ અરિહંતમાં સુકૃતની ખાણ દેખાય.
‘તાણ” અને તે જ શરણું સ્વીકારી શકે.
ગુણ જોવા હોય તો બીજાના અને અવગુણ જોવા હોય તો પોતાના જ જોવા. આટલી નાનકડી વાત યાદ રહી જાય તો કામ થઈ જાય.
(૨૩) “શરમ્' પવિત્રતા જોઈએ. પવિત્રતા એટલે નિર્મળતા. બીજા પ્રયોગથી મેળવેલી સ્થિરતા ચાલી જશે. માટે પહેલા નિર્મળતા જોઈએ. નિર્મળતા, સ્થિરતા, તન્મયતા આ જ સાચો ક્રમ છે. આ જ ક્રમથી પ્રભુ મળી શકે.
નિર્મળતા એ પાયો છે. સ્થિરતા મધ્યભાગ છે અને તન્મયતા શિખર છે. ત્રણેય યોગોની નિર્મળતા જોઈએ.
બ્રહ્મચર્ય ભાવસ્નાન છે. બ્રહ્મચર્યથી વગર નાધે કાયા પવિત્ર બને છે. કટુ અને અસત્ય વચનોથી વાણી અપવિત્ર
૮૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧