Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બને છે. કાયાની પવિત્રતા સદાચાર છે. વાણીની નિર્મળતા સત્ય - મધુર – હિતકારી વચન છે.
આસન - પ્રાણાયામ ઇત્યાદિ કરવા માત્રથી પવિત્રતા નહિ આવે. થોડીક આભાસી સ્થિરતા આવશે, પણ એ ઝાઝી નહીં ટકે. યોગના ક્લાસો ચલાવીને યોગના નામે થોડા આસનો - પ્રાણાયામો શીખવી તેઓ ખીસ્સા ભરી જશે, પણ તમારું મન પવિત્રતાથી નહિ ભરાય. એના પહેલાના બે અંગો
યમ અને નિયમ “ ભૂલાઈ ગયા છે. જેના જીવનમાં યમનિયમ ન હોય તેનામાં પવિત્રતા ન આવે. નિર્મલ બનેલું ચિત્ત જ સ્થિર બને છે.
અહિંસાદિ પાંચ યમ છે. સ્વાધ્યાયાદિ પાંચ નિયમ છે. એ આજે ભૂલાઈ ગયા છે. નિર્મળતા માટે જ સવારે પહેલા ભક્તિ અને પછી માળા ગણાવું છું.
કપડાં મેલા થઈ જશે તેનો ભય છે, પણ અસદાચારથી કાયા, અસત્યાદિથી વચન, દુર્વિચારથી મન મલિન થઈ જશે, તેનો કોઈ ભય નથી !
અન્ય દર્શનીઓમાં પણ ધ્યાનની પૂર્વે નામ સંકીર્તનની ભક્તિ બહુ જ પ્રસિદ્ધ છે. “હરે રામ હરે કૃષ્ણ” ધૂન ગવડાવ્યા પછી જાપ આદિમાં પ્રવેશ કરાવવામાં આવે છે. દા.ત. ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય.
સ્વાધ્યાય, સ્તોત્રાદિથી વાણી પવિત્ર બને છે. મૈચાદિથી મન પવિત્ર બને છે.
કાયા, વચન અને મનની પવિત્રતા ક્રમશ: હાંસલ કરવાની છે. કાયા અને વચનની પવિત્રતા મેળવ્યા વિના સીધા જ તમે મનની પવિત્રતા મેળવી ન શકો. આ ક્રમ છે. પહેલા સદાચારાદિથી શરીર પવિત્ર બનાવો. પછી સત્યાદિથી વાણી અને પછી મનનો નંબર રાખો. શૌર્વ- પવિત્રતા પછી જ સ્થિરતા આવે માટે...
(૧૪) પછી લખ્યું સ્થર્યમ્ - સ્થિરતા જોઈએ. (૧૫) એ સ્થિરતા પણ દંભહીન જોઈએ. માટે લખ્યું : મમ: સાધકનું જીવન દંભ-વિહોણું ખુલ્લા પુસ્તક જેવું
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * *
* * * * * * * * * ૮૫