Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હોવું જોઈએ.
(૧૬) વૈરાગ્યમ્ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત બનેલું મન ચંચળ બને છે. એની ચંચળતાને નાથવા વૈરાગ્ય જોઈએ.
(૧૭) આત્મિનિશ્રદ: વૈરાગ્ય પછી જ તમે આત્મ-નિગ્રહ કરી શકો.
(૧૮) સંસારના દોષો જોવા.
સંસાર એટલે વિષય-કષાય. પ્રત્યેક ક્ષણે વિષય-કષાયના દોષો વિચારવા.
| વિષયો વિષથી પણ ભયંકર છે. વિષ એક જ વાર મારે. વિષયો વારંવાર મારે, ભાવપ્રાણની હત્યા કરે. “સુગર કોટેડ' ઝેર છે. વિષય ભોગવનારને ખ્યાલ નથી આવતો. એમાં ઝેરનું દર્શન થાય તો જ વિષયો છોડી શકાય.
ગમે તેટલા ભોગવવામાં આવે તો પણ વિષયો ભોગવનારને તૃપ્તિ નથી આપી શકતા. બ્રહ્મદત્તને યાદ કરો. આજે ક્યાં છે ?
કષાયને પણ ઉત્પન્ન કરનાર વિષયો છે. મૂળ આસક્તિ છે જીવને વિષયો પર. વિષયોમાં કોઈ આડું આવે તો તેના પર કષાય થાય છે. __जे गुणे से मूलठाणे, मूलठाणे से गुणे ।
વિષયો આત્માના નહિ, પુદ્ગલના ગુણો છે. પુદ્ગલો પર છે. પર પર આસક્તિ કરીએ તો સજા ન મળે ? બીજાના મકાન પર તમારો દાવો કરો તો તમને પેલો સજા ન આપે ? કેસ ન કરે? પુદ્ગલોનો આપણા પર કેસ ચાલુ છે, કહે છે : “આ જીવ મારા પર પોતાનો દાવો કરે છે. એને સજા થવી જોઈએ.” ફલતઃ આપણને સજા મળી છે, મળી રહી છે ને ભાવિમાં પણ મળશે, જો આપણે “પર”નો કબજો નહિ છોડીએ.
તીર્થકરોનું ભલું થાઓ કે જેમણે આપણને સમજાવ્યું : આ કબજો છોડો, પર પરની તમારી માલિકી હટાવો. તો જ તમે સજામાંથી મુક્ત બની શકશો. એ વિના તમારું સંસાર પરિભ્રમણ બંધ નહિ થાય.
સંસારનો બીજો પાયો છે : કષાય.
૮૬
*
*
*
*
*
*
*
*
* * * * કહે